રાજુ શ્રીવાસ્તવની અંતિમ વિદાયના ભાવુક પળ, પતિનો સાથે છૂટવાથી તૂટી ગઇ છે પત્ની શિખા, રડી રડીને હાલત છે ખરાબ

છૂટ્યો પતિ રાજુ શ્રીવાસ્તવનો સાથ તો તૂટી તૂટીને રડી પત્ની, પિતાના પાર્થિવ દેહ પાસે રડતી દીકરીના નથી જોવાઇ રહ્યા આંસુ

પોતાની સ્ટેન્ડઅપ કોમેડીથી લોકોને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બધાને રડાવી દીધા. 21 સપ્ટેમ્બરના રોજ તેમનું નિધન થયું હતુ અને ગઇકાલના રોજ દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજુના અંતિમ સંસ્કાર વખતે દરેક આંખ આક્રંદ કરતી જોવા મળી હતી. આખા પરિવારની હાલત દયનીય હતી. અંતિમ સંસ્કારની જે તસવીરો સામે આવી તે ખરેખર હૃદયદ્રાવક છે. તસવીરોમાં જોઈ શકાય છે કે પતિ રાજુ શ્રીવાસ્તવને હંમેશ માટે ગુમાવવાને કારણે પત્ની શિખાની હાલત ઘણી ખરાબ છે.

તે પોતાના પતિના પાર્થિવ દેહ પાસે મોઢું દબાવીને ઘણી રડી રહી હતી. આ દરમિયાન તેની હાલત કોઇ જોઇ શકે તેવી ન હતી. સાથે જ દીકરી અને પરિવારના અન્ય સભ્યો પણ રાજુના પાર્થિવ દેહ પાસે રડી રહ્યા હતા. આ તસવીરો જોઈને દરેકનું દિલ તૂટી ગયું છે. બુધવારે અંતિમ શ્વાસ લીધા બાદ રાજુ શ્રીવાસ્તવ ગુરુવારે પંચતત્વમાં વિલીન થઈ ગયા. પોતાના રમુજી ટુચકાઓથી હંમેશા હસાવનાર રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા સમયે કોઇ તેમના આંસુ રોકી શક્યું ન હતું. રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાને સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી.

તે ઈચ્છવા છતાં પણ પોતાની જાતને સંભાળી શકતી ન હતી. રાજુના પુત્ર આયુષ્માને પિતાને મુખાગ્નિ આપી હતી. પરિવારજનો વારંવાર શિખાને આશ્વાસન આપી રહ્યા હતા. રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. રાજુ શ્રીવાસ્તવની અંતિમ વિદાયમાં ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. રાજુ શ્રીવાસ્તવની અંતિમ વિદાયમાં તેમના મિત્ર અહેસાન કુરેશી,

રાજીવ પોલ સહિત અનેક હસ્તીઓ પહોંચી હતી. રાજુ શ્રીવાસ્તવે લાંબી માંદગી બાદ બુધવારે બધાને અલવિદા કહી દીધું હતુ. જણાવી દઇએ કે, રાજુ શ્રીવાસ્તવ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન લોકોને હસાવતા રહ્યા. તેમના હાસ્યના અભિનયને જોઈને લોકો તેમના દુ:ખ ભૂલી જતા હતા. લોકોના જીવનને ભરી દેનાર રાજુ શ્રીવાસ્તવનું અંગત જીવન ઘણું મજેદાર રહ્યુ હતું. પત્ની શિખા સાથેની તેની લવસ્ટોરી ફિલ્મી છે.

રાજુ શ્રીવાસ્તવને શિખાનું દિલ જીતવામાં 1, 2 નહીં પરંતુ 12 વર્ષ લાગ્યા હતા. રાજુના મોટા ભાઈના લગ્ન ફતેહપુરમાં નક્કી થયા હતા. રાજુના ભાઈએ કાનપુરથી જાન કાઢી હતી. ભાઈના લગ્નમાં રાજુએ તેની પત્ની શિખાને પહેલીવાર જોઈ હતી. તેણે પહેલી નજરે જ શિખાને દિલ આપી દીધું હતું. રાજુએ વર્ષ 1993માં શિખા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે બાળકો છે. પુત્રીનું નામ અંતરા અને પુત્રનું નામ આયુષ્માન.

Shah Jina