ચૌધરી બસંત સિંહના પરિવારમાં છે IAS, IPS સહિત 11 ઓફિસરો, જાણો સફતાની કહાની

સક્સેસ સ્ટોરી : હરિયાણાના આ પરિવારમાં છે 11 IAS-PCS ઓફિસર, જાણો સફળતાની કહાની

હરિયાણાના રહેવાસી ચૌધરી બસંત સિંહ શ્યોંકદે પોતાના પરિવારમાં એક એવી નીંવ રાખી કે તેમના ઘરના બધા સભ્યો ઓફિસર બની ગયા. તેઓ પોતે ભલે ચાર પાસ હતા પરંતુ તેમના બાળકોને હંમેશા એ જ શીખ આપી કે શિક્ષાના મહત્વને ઓળખે અને તેઓને સમજાવ્યા કે શિક્ષાથી ઘણુ બધુ બદલી શકાય છે.

જીંદ જિલ્લાના ગામ ડૂમરખાં કલાંના સ્વ.બસંત સિંહ ચાર દીકરા અને ત્રણ દીકરીઓનો પરિવાર છોડી ચાલ્યા ગયા. ચાર દીકરા ક્લાસ વન ઓફિસર બન્યા તો એક પુત્રવધુ આઇએએસ, પૌત્ર પણ આઇએએસ અને પૌત્રી આઇપીએસ. ત્રણ દીકરીઓ પોસ્ટ ગ્રેજયુએટ અને એક દોહિત્રી આઇઆરએસ.

બસંત સિંહ કહેતા હતા કે તેઓ જરૂર ઓછા ભણેલા છે પરંતુ તેમની મિત્રતા હંમેશા મોટા અને ભણેલા ગણેલા લોકો સાથે જ થઇ છે. જેમ તેઓ તેમના બાળકોને ભણાવે છે તેમ તેમણે તેમના દીકરા-દીકરીઓના ભણવા પર જોર લગાવ્યુ. બાળકોએ પણ ઘણી મહેનત કરી અને તેઓ ઓફિસર બની ગયા.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2020માં તેમની 99 વર્ષે મોત થઇ ગઇ હતી. પરંતુ તેમણે તેમના પરિવારને જે બુલંદી અને મુકામ આપ્યો તે ખૂબ જ ખાસ છે. તેમના પરિવારના બધા સભ્યો તેમની સફળતાનો શ્રેય તેમને જ આપે છે.

ઘરમાં બધાએ એકબીજાને આગળ વધારવા માટે મહેનત કરી. ચૌધરી બસંત સિંહ મૂળરૂપથી ખેતી કરતા હતા. તેઓએ તેમના પરિવારને આગળ વધાર્યો અને તે જ કારણે આજે તેમના દીકરા-દીકરીઓ, પુત્રવધુ, પૌત્ર-પૌત્રી, દોહિત્ર બધા ઓફિસર છે.

Shah Jina