દુઃખદ: લગ્નમાંથી પાછા ફર્યા ને તોતિંગ વૃક્ષ માથે પડ્યું, જુઓ તસવીરો ફટાફટ
Junagadh a falling tree fell on the car : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માત (accident)ની ઘણી ઘટનાઓ સામે આવી છે. આવા અક્સમાતમાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે તો કેટલાય લોકોના મોત પણ થયા છે. અકસ્માત હંમેશા અણધાર્યો જ થયો હોય છે, ત્યારે હાલ જૂનાગઢમાંથી એક એવા જ અકસ્માતની ખબર સામે આવી છે. જેમાં એક લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહેલા પરિવારની કાર પર ઝાડ પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો પરિવાર:
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસારઓકોલવાડી ગામમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યો મોટી મોણપરી ગમે કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. હસી ખુશી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને તે પોતાના ઘર તરફ પોતાની કાર લઈને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન જ વિસાવદર નજીક તેમની કાર પર એક તોતિંગુ વૃક્ષ પડ્યું હતું.
કારનો નીકળી ગયો કચ્ચરઘાણ:
વૃક્ષ પાડવાના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો પણ તાબડતોબ ઘટના સ્થળે મદદ કરવા માટે દોડી આવ્યા હતા. કારની અંદર રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં પિતા અને તેમની બે દીકરીઓને ઇજા થઇ હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત:
આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પીપળાના ઝાડના મૂળિયાં સુકાઈ જવાના કારણે આ વૃક્ષ ધરાશયી થયું હતું.વૃક્ષ પડ્યું ત્યારે ઓકોલવાડી ગામનો રહેવાસી આ પરિવાર લગ્નમાંથી ઘર તરફ જઈ રહ્યો હતો અને વૃક્ષ કાર પર પડતા જ કારના કચ્ચરઘાણ નીકળી ગયા. હાલ પરિવારના ત્રણેય સભ્યો વિસાવદરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.