અંડર કવર પોલીસ ઓફિસર બનીને યુવતી સાથે કરી લીધી સગાઈ, પછી થઇ લાખો રૂપિયાની લૂંટ, આખી ઘટના જાણીને ચક્કર આવી જશે

અસલી પોલીસના હાથે લાગ્યો નકલી પોલીસકર્મી, છેલ્લે એવી સચ્ચાઈ સામે આવી કે યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ

લગ્ન કરવા માટે લોકો કેવા કેવા રસ્તાઓ આપનાવતા હોઈ છીએ એ આપણે જોયું છે, વળી આપણા દેશની અંદર સૌથી વધારે ખોટું લગ્ન સંબંધો બાંધવા માટે જ બોલાતું હોય છે. ઘણા લોકો પોતાનું કામ પણ છુપાવતા હોય છે, ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે નકલી પોલીસ ઓફિસર હોવાનું કહીને યુવતી સાથે સગાઈ કરી લીધી અને લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી નાખી.

આ ઘટના ઈંદૌરમાંથી સામે આવી છે, જ્યાંના વિજય નગર પોલીસ સ્ટેશનમાં રવિ (રાજવીર) સોલંકી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. એક યુવતી દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી હતી. યુવતીનું કહેવું હતું કે યુવકે પોતાને એએસઆઈ જણાવી અને તેની સાથે લગ્નની વાત કરી હતી. આવતા વર્ષે લગ્ન પણ થવાના હતા, પરંતુ તેના ઉપર શંકા જતા જ આખી પોલ ખુલી ગઈ હતી અને મંડપમાં જવાની જગ્યાએ યુવકને જેલમાં જવું પડ્યું.

આ યુવક અને યુવતી વચ્ચે પારિવારિક સંબંધોના કારણે લગ્નની વાત ચાલી હતી. ઘર પરિવાર સારો હોવાનું કહીને વાત આગળ વધારવામાં આવી હતી. છોકરીએ જયારે રવિ સાથે વાત કરી ત્યારે તેને ઇન્દોર પોલીસમાં એએસઆઈ હોવાનું જણાવ્યું. એટલું જ નહીં પોલીસ વર્દીમાં તેને પોતાની તસવીર પણ મોકલી હતી. જેના બાદ યુવતીને પણ વિષ્વસઃ આવી ગયો હતો. જેના બાદ બંનેની સગાઈ પણ થઇ ગઈ અને મેં 2022માં લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા હતા.

સગાઈ થયા બાદ બંનેની વાતચીત પણ વધતી ગઈ. યુવતીએ ઘણીવાર યુવકને કહ્યું કે તે તેની ઓફિસમાં મળવા માંગે છે, પરંતુ તે બહાના જ બનાવવા લાગ્યો. ફોન ઉપર પણ ઓછી વાત કરતો અને મળવાની વાત કરતા ડ્યુટીનું બહાનું કાઢતો હતો. યુવતી જો કઈ વધારે પૂછે તો તે પોતાનું આઈડી કાર્ડ પણ વૉટ્સએપ કરી દેતો. તે હંમેશા વર્દી વાળી જ તસવીરો મોકલતો હતો, સાદા કપડામાં તસવીરો નહોતો મોકલતો.

યુવકની આ હરકતો જોઈને યુવતીને પણ શંકા થવા લાગી. તેને શંકા વધારે ત્યારે થઇ જયારે યુવકે એસઆઈની વર્દીમાં તસ્વીર મોકલી. ત્યારે યુવતીને લાગ્યું કે યુવક એએસઆઈ હતો તો અચાનક એસઆઈ કેવી રીતે થઇ ગયો ? જેના બાદ તેને તેના આઇટી એન્જીનીયર ભાઈને આખી વાત જણાવી અને ભાઈ સાથે મળીને હકીકત જાણવાના પ્રયત્નો કર્યા.

જેના બાદ યુવતીનો ભાઈ તેનું આઈડી કાર્ડ લઈને એસપી ઓફિસ ગયો. જેના બાદ જાણવા મળ્યું કે આ નામનો કોઈ પોલીસકર્મી ઇન્દોર જિલ્લામાં છે જ નહિ. આ પ્રકારે યુવકની ઓળખ છતી થયા બાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. જેના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. અને પુછપરછ પણ કરવામાં આવી હતી.

પુછપરછમાં એ વાત સામે આવી કે આરોપી યુવક રવિએ સગાઈ બાદ યુવતી પાસેથી એક્ટિવ પણ ફાઇનાન્સ કરાવીને લીધું હતું. આ ઉપરાંત 8 લાખ રૂપિયા પણ લીધા હતા. હાલમાં આરોપી વિશે એક અન્ય યુવતીએ 40 લાખ રૂપિયા ઠગવાનો પણ આરોપ લગાવ્યો છે, હાલ પોલીસ પોલીસ પુછપરછમાં લાગી છે.

Niraj Patel