શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોના વાયરસ? જાણો આ દાવા પાછળ કેટલી છે સચ્ચાઈ

કોરોના વાયરસે આખી દુનિયાની અંદર હાહાકાર મચાવી દીધો છે, ત્યારે ઘણા લોકો તેનાથી બચવા માટેના અલગ અલગ દાવાઓ કરતા હોય છે. એવો જ એક ખાસ દાવો જેનો ઉપયોગ પણ મોટાભાગના લોકો કરે છે. તે છે નાસ લેવો.

એવું માનવામાં આવે છે કે નાસ લેવાના કારણે કોરોના વાયરસ મરી જાય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે આ દાવાની અંદર સત્ય કેટલું છે ? જોકે અત્યાર સુધી તેની પર કોઈ પ્રકારનું સંશોધન થયું નથી. છતાં પણ એક્સપર્ટના મત પ્રમાણે શું કહેવું છે તે આપણે જોઈએ.

થોડા સમય પહેલા જ યૂનિસેફે એક વીડિયો ટ્વીટર પર શૅર કર્યો હતો. આ વીડિયોમાં સાઉથ એશિયાના રિજનલ એડવાઇઝર અને ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પૉલ રટરે જણાવ્યું કે “નાસ લેવાના કોઈ સાક્ષ્ય નથી મળ્યા કે સ્ટીમ લેવાથી કોવિડ-19ને ખતમ કરી શકાય છે. પરંતુ તેનાથી અનેક ખતરનાક પરિણામ સામે આવી શકે છે.”

તેમને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, “વધુ નાસ લેવાથી ગળા અને ફેફસાની વચ્ચે Trachea (શ્વાસનળી) અને Pharynx (અન્નમાર્ગનો ઉપલો ભાગ)ને નુકસાન થઈ શકે છે. જો આ બંનેને નુકસાન થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસ સરળતાથી આપના શરીરમાં પ્રવેશ કરી શકે છે.”

Niraj Patel