જીવનશૈલી મનોરંજન

બોલીવુડના 7 હીરો હિરોઈને સૌથી મોંઘા લગ્ન કર્યા, એ ખર્ચમાં આખું ગામ 1 વર્ષ સુધી પેટ ભરીને જમી શકે તો પણ ના ખૂટે

બોલીવુડમાં જે લોકોએ સ્થાન મેળવી લીધું છે તેમના જીવનમાં તો ચાંદી જ ચાંદી થઇ ગઈ છે, આજે બોલીવુડમાં આપણે કોઈ અભિનેતાઓની એક ફિલ્મ કરવા માટેની કિંમત જોઈએ તો એ આપણા આખા જીવનનો પગાર થઇ જાય એટલું લાગે. વળી બોલીવુડમાં નામ મેળવી લીધા પછી તેમના લગ્ન પણ કોઈ મોટી હસ્તી જ સાથે થતા હોય એ કાંતો ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા હોય કાંતો ક્રિકેટ કે કોઈ મોટા ઉદ્યોગ સાથે જેના કારણે બંને પલડાં ભારે રહે છે. તો વિચારો એમના લગ્નમાં કેટલો ખર્ચો બંને પક્ષ દ્વારા કરવામાં આવતો હશે, કારણ કે બંને પક્ષ પૈસાની દૃષ્ટિએ પણ એકબીજાની સમાન જ હોય છે, એમના લગ્નનો ખર્ચ જોવા જઈએ તો એક આખું ગામ એક વર્ષ સુધી પેટ ભરીને જમે તો પણ ના ખૂટી શકે.

Image Source

હાલમાં જ એક એવા લગ્ન ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે જો કે તે કોઈ સેલિબ્રિટીના લગ્ન નથી છતાં પણ ખર્ચની બાબતમાં જોવા જોઈએ તો આ લગ્ન પણ ખુબ જ શાહી લગ્ન છે. કર્ણાટકમાં ભાજપના નેતા શ્રીરામુલુની દીકરીના લગ્ન આજકાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લગ્ન ખુબ જ શાહી રહેવાના છે, આ લગ્નનના અંદાજિત ખર્ચની વાત કરીએ તો આ લગ્નમાં 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે, આવા લગ્નનો ખર્ચ સાંભળતા જ આપણને તો ચક્કર આવવા લાગે, આપણા દેશની બીજી પણ ઘણી સેલેબ્રીટી દ્વારા આવા શાહી લગ્ન કરવામાં આવ્યા છે. ચાલો એવા જ આપણે કેટલાક સ્ટાર્સના લગ્ન જોઈએ.

Image Source

રણવીર સિંહ દીપિકા પાદુકોણ:
રણવીર અને દીપિકા બોલીવુડમાં ખુબ જ જાણીતું નામ છે, ફિલ્મ રામલીલાથી પાંગરેલી એ બંને વચ્ચેની પ્રેમ કહાણી વર્ષ 2018માં પૂર્ણ થઈ જયારે બંનેએ લગ્ન કર્યા, આ લગ્ન પણ ખાસ ચર્ચામાં રહ્યા હતા, કારણ કે લગ્ન માટેનું સ્થળ ભારત બહારનું હતું, રણવીર અને દીપિકાએ ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું નક્કી કર્યું હતું જેના કારણે તેમને ઇટલીમાં જઈને લગ્ન કર્યા.આ બંનેના લગ્ન ઇટલીના Villa Del Balbianello માં થયા હતા. માત્ર આ જગ્યા માટે બંનેએ 24,75,000 રૂપિયા ચૂકવ્યા હતા જેમાં ખાવા પીવાનો ખર્ચ સામેલ નહોતો.

Image Source

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ:
પ્રિયંકા અને નિકના લગ્ન પણ ચર્ચાનો વિષય હતા કારણ કે નિક પ્રિયંકા કરતા ઉંમરમાં ખુબ જ નાનો હતો, એ સમયે બંનેના લગ્નની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો, પરંતુ આજે બંનેના રોમાન્સના ફોટો જોવા મળે છે ત્યારે ઉંમરનો એ બાદ કોઈને નજર નથી આવતો, તે બંનેએ વર્ષ 2018માં જ જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કર્યા હતા. આ સુંદર જગ્યા માટે તમેને 3.2 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા સાથે ત્યાં રૂમ માટે પણ તેમને 64.40 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો આ સિવાય પ્રિયંકાનો લહેંગો પણ ખુબ જ મોંઘો હતો.

Image Source

અનુષ્કા અને વિરાટ કોહલી:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ઇટલીમાં લગ્ન કર્યા, આ બનેંના લગ્ન પણ ડેસ્ટિનેશન વેડિંગ હતા. તેમને જે જગ્યા ઉપર લગ્ન કર્યા હતા એ દુનિયાની બીજા નંબરની સૌથી મોંઘી જગ્યા હતી, વિરાટે અનુષ્કા માટે જે વીંટી કરાવી હતી તે 1 કરોડ રૂપિયાની હતી.

Image Source

આસીન અને રાહુલ શર્મા:
ફિલ્મ ગજનીની અભિનેત્રી આસીને વર્ષ 2016માં માઇક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા, આ લગ્ન પણ ખાસા ચર્ચામાં રહયા હતા, આ લગ્નને વર્ષ 2016ના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવતા હતા, બીજી એક ખાસ વાત એ છે કે બંનેએ એકવાર નહિ પરંતુ બે વાર લગ્ન કર્યા, એકવાર હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે અને બીજીવાર ક્રિશ્ચન રીતિ રિવાજ પ્રમાણે, લગ્નમાં તો કેટલાક નજીકના જ લોકો જોવા મળ્યા પરંતુ ગ્રાન્ડ રિસેપશનમાં આખું બૉલીવુડ ઉમટ્યું હતું, આ બંનેના લગ્ન એટલા માટે પ ચર્ચામાં હતા કે રાહુલે આસિનને સગાઈની જે વીંટી આપી હતી તેની કિંમત 6 કરોડ રૂપિયા હોવાની વાત પણ સામે આવી હતી.

Image Source

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા:
અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને લંડનના બિઝનેસમેન રાજ કુંદ્રાના લગ્નને તો કોણ ભૂલી શકે? બંનેએ 2009માં લગ્ન કર્યા હતા, જેમાં શિલ્પાએ લગ્ન માટે જે સાડી પહેરી હતી તેની કિંમત જ 50 લાખ હતી અને તેની કુંદન જવેલરીની કિંમત પણ 3 કરોડ રૂપિયા હતી, સાથે શિલ્પાને આપવામાં આવેલી વીટીની કિંમત પણ 3 કરોડ રૂપિયા હતી. આ બંનેના લગ્નમાં જે શાહી કેક લાવવામાં આવી હતી એ કેક 80 કિલોની હતી, તો વિચારો લગ્ન કેટલા શાહી રહ્યા હશે?

Image Source

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય:
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન પણ ઘણા સમય સુધી ટીવી ઉપર છવાયેલા રહ્યા હતા, આ બંનેના લગ્નમાં ના માત્ર બોલીવુડના અભિનેતાઓ પરંતુ પોલિટિક્સ સાથે જોડાયેલા કેટલાક રાજનેતાઓએ પણ હાજરી આપી હતી, આ લગ્નમાં મહેંદી ખાસ સુરતથી મંગાવવામાં આવી હતી અને આ શાહી લગ્નમાં 6 કરોડથી પણ વધારે ખર્ચ અઠયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.