લગ્નમાં વગર આમંત્રણે પહોંચી ગયું આ વિદેશી કપલ, પછી થયું એવું કે જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહિ આવે, વાયરલ થયો વીડિયો

આપણા દેશના લોકોને તમે કોઈના પણ લગ્નમાં ઘુસી જતા ઘણીવાર જોયા હશે, પણ હવે આ વિદેશી કપલ પણ આમંત્રણ વગર ઘુસ્યું લગ્નમાં, જુઓ પછી વીડિયોમાં શું થયું ?

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા યુગલો પ્રભુતામાં પગલાં પણ માંડી રહ્યા છે, ત્યારે આ દરમિયાન ઘણા લગ્નની એવી એવી ખબરો પણ સામે આવતી હોય છે જે સાંભળીને આપણે પણ હેરાન રહી જઈએ. તો ઘણીવાર લગ્નની અંદરથી એવી ઘટનાઓ બનતી હોય છે જે ચર્ચાનો વિષય બનતી હોય છે. હાલ એક એવી જ ખબર સામે આવી રહી છે, જેમાં એક વિદેશી યુગલ આમંત્રણ વગર જ લગ્નમાં ઘુસી ગયું, અને પછી જે થયું તે ખુબ જ મજેદાર હતું.

આગ્રા પહોંચેલા એક વિદેશી કપલને અહીં લગ્નમાં હાજરી આપવાની એટલી ઈચ્છા હતી કે તેઓ આમંત્રણ વિના લગ્નની જાનમાં સામેલ થઇ ગયા. લગ્નમાં સામેલ થવા માટે તેમણે ખાસ મેકઅપ કરાવ્યો હતો અને જાનૈયાઓ સાથે ડાન્સ પણ કર્યો હતો. પછી વરમાળા જોઈ અને ભોજનનો આનંદ પણ માણ્યો. તેમણે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

એક યુરોપિયન દેશના રહેવાસી ફિલિપ મિક અને મોનિકા ચેર્વેન્કોવા અજાણ્યા વ્યક્તિના લગ્નમાં હાજરી આપી હતી. વિડિયોની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે તે બંને માનસી અને અમનના લગ્નમાં હાજરી આપવાના છે. ફિલિપે લગ્નમાં કુર્તો પહેર્યો હતો, જ્યારે મોનિકાએ સાડી પહેરી હતી. વીડિયોમાં ફિલિપે જણાવ્યું કે લગ્ન સ્થળ પર પહોંચ્યા બાદ તેણે મેનેજરને લગ્નમાં હાજરી આપવા પૂછ્યું અને હા કહેતા તે રાજી થઈ ગયો. આ પછી, દંપતી વરરાજાના પિતાને પણ મળ્યા. ફિલિપે કહ્યું- તેઓએ અમારી સાથે તેમના પરિવારના સભ્યની જેમ વ્યવહાર કર્યો.

ત્યારબાદ ફિલિપ અને મોનિકા જાનૈયાઓ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અને પછી તે વરને પણ મળ્યો. જાનૈયાઓ લગ્ન સ્થળે પહોંચ્યા બાદ દંપતીએ ભોજનની મજા પણ માણી હતી. આ કપલે વરરાજા સાથે ડાન્સ કર્યો અને પછી વરમાળામાં સ્ટેજ પર જઈને વર-કન્યા સાથે ફોટા ક્લિક કરાવ્યા. ત્યારબાદ કપલે ફરીથી ફૂડની મજા માણી અને તેના વખાણ કરતા પણ જોવા મળ્યા.

જો કે, આ દંપતી આખા લગ્ન સમારોહમાં હાજર રહી શક્યું ન હતું. અંતમાં લગ્નનો અનુભવ જણાવતા દંપતીએ કહ્યું- લગ્નમાં માંસ અને દારૂ નહોતા. આમંત્રણ વિના પણ, તમે લગ્નમાં હાજરી આપી શકો છો. લોકો ખૂબ સરસ હતા. તેઓએ અમારું ખૂબ સરસ સ્વાગત કર્યું. અમને એવું લાગ્યું કે જાણે અમારા પરિવારના કોઈ સભ્યના જ લગ્ન હોય. ઘણા લોકોએ અમને જમવા વિશે પણ પૂછ્યું અને અમે ખુબ જ મસ્તી કરી.

Niraj Patel