હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસ સાથે ઘણા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. આ દરમિયાન ઘણા સેલેબ્સના લગ્નની ખબર સામે આવતા જ ચાહકો પણ ઉત્સાહમાં આવી જાય છે. જ્યાં એક તરફ બોલીવુડમાં પણ ઘણા લગ્નની શરણાઈ ગુંજી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ લગ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.
ત્યારે હાલ ખબર ગુજરાતી મનોરંજન જગતમાંથી સામે આવી છે. જેમાં ઘણી બધી હિન્દી ધારાવાહિકો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલી લોકપ્રિય અભિનેત્રી ઈશા કંસારા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ઈશા કંસારાના લગ્ન ગઈકાલે યોજાયા હતા અને તેમાં ઘણા બધા સેલેબ્સ પણ હાજરી આપવા પહોંચ્યા હતા.
ઈશા કંસારા તેના મંગેતર સિદ્ધાર્થ ભાવસાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ છે. પરિવાર, મિત્રો અને સ્નેહી સ્વજનોની હાજરીમાં ઈશા અને સિદ્ધાર્થ એકબીજા સાથે લગ્નના સાત ફેરા ફરીને ભવ ભવના બંધનમાં બંધાઈ ગયા છે. ઈશાનો ભરથાર સિદ્ધાર્થ ભાવસાર સિંગર, કમ્પોઝર, સંગીતકાર અને ગીતકાર છે.
ઈશા કંસારાના લગ્નમાં હાજરી આપવા માટે ઘણા સેલેબ્સ પણ ઉમટ્યા હતા. જેમાં અભિનેત્રી દીક્ષા જોશી અને શ્રદ્ધા ડાંગર ઉપરાંત ગાયિકા ભૂમિ ત્રિવેદી પણ જોવા મળી હતી. દીક્ષા જોશીએ પણ ઈશાના લગ્નમાં ધમાલ મસ્તી કરતી ઘણી બધી તસવીરો તેની સ્ટોરીમાં પોસ્ટ કરી છે. તસ્વીરોમાં અભિનેત્રી નેત્રી ત્રિવેદી પણ જોવા મળી રહી છે.
આ ઉપરાંત ઈશાના લગ્નમાં અભિનેતા હાર્દિક સાંગાણી પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અભિનેત્રી વ્યોમા નંદી અને ગાયિકા ઈશાની દવેએ પણ ઈશાના લગ્નમાં હાજરી આપી હતી. ઈશા અને સિદ્ધાર્થના લગ્નમાં આ મિત્ર મંડળે ખુબ જ મજાક મસ્તી કરી હતી. જેમાં દીક્ષા અને શ્રદ્ધા ડાંગર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.
સામે આવેલી લગ્નની તસ્વીરોમાં ઈશા દુલ્હનના અવતારમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તો વરરાજા બનેલો સિદ્ધાર્થનો લુક પણ ખુબ જ શાનદાર જોવા મળ્યો હતો. અગ્નીની સાક્ષીએ આ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. તેમના લગ્નની તસવીરો સામે આવતા જ ચાહકો પણ તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ઈશા કંસારાએ “મુક્તિ બંધન, એક નણંદ કી ખુશીઓ કી ચાબી..મેરી ભાભી, માય નેમ ઇઝ લખન, મેડમ સર, જિંદગી મેરે ઘર આના” જેવી ધારાવાહિકોમાં ખુબ જ સુંદર અભિનય કર્યો છે. આ ઉપરાંત તેણે ગુજરાતી ફિલ્મો “દુનિયાદારી, મિજાજ, વાંઢા વિલાસ, મીડ નાઈટ વિથ મેનકા અને પ્રેમ પ્રેકરણમાં પણ કામ કર્યું છે.
ઈશા કંસારાનો જન્મ 20 ઓગસ્ટ 1996ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેના પિતાનું નામ રમેશ કંસારા છે. તેનો એક ભાઈ પણ છે. તેણે હિરામણી સ્કૂલ અને અમૃત જ્યોતિ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી કોલેજનું શિક્ષણ મેળવ્યું.
ઈશાને બાળપણથી જ અભિનય અને નૃત્યનો ખૂબ જ શોખ હતો, જેના માટે તે બાળપણમાં જ શાળાકીય અભ્યાસ સાથે ભરતનાટ્યમના વર્ગમાં જોડાઇ હતી. આ પછી તે પહેલીવાર ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જોવા મળી હતી. પરંતુ તેની ડાન્સ ઈન્ડિયા ડાન્સની સફર લાંબો સમય ન ચાલી અને આ શો તેને છોડી દીધો.
પછી તેને અભિનય તરફ તેની કારકિર્દી પસંદ કરી અને અભિનયના વર્ગો જોઇન કર્યા. થોડા દિવસો પછી તે અભિનય સંપૂર્ણપણે શીખી ગઈ અને કામ શોધવા લાગી. ત્યારબાદ તેને એક ટીવી સિરિયલની ઓફર મળી, તેણે 2011માં મુક્તિ બંધન સિરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હlr. જેમાં તેણે દેવકી શાહનું પાત્ર ભજવ્યું હતું.