વિક્કી-કેટરીનાના લગ્ન વચ્ચે આ અભિનેત્રીએ ખેંચ્યુ બધાનું ધ્યાન, બ્લેક ડ્રેસમાં ઉડાવ્યા બધાના હોંશ

ઇમરાન હાશ્મીની અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં બતાવ્યું કર્વી ફિગર, જોતા જ ફેન્સ ઘાયલ

‘જન્નત 2’ ફેમ ઇશા ગુપ્તા બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ઈશાનો પહેલા અને હવેનો દેખાવ ઘણો બદલાઈ ગયો છે. તેના નાક, હોઠથી લઈને જડબાની રેખા સુધી, પહેલા કરતા અલગ દેખાવા લાગ્યું છે. ઇશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઇશાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે.

તેણે બ્લેક ગાઉનમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે. ઇશા ગુપ્તાની આ તસવીરો સામે આવ્યા બાદ વિક્કી કૌશલ કેટરિના કૈફના લગ્ન પરથી ચાહકોનું ધ્યાન હટી ગયું છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઇશા ગુપ્તાએ ખૂબ જ શાનદાર સ્ટાઈલમાં કટ સાથે તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કર્યા છે. ઇશા ગુપ્તાએ મેકઅપ અને બ્લેક હીલ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. ઈશાએ બ્લેક કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે. તેના ખભા પર જેકેટ અને હેન્ડબેગ છે.

 

View this post on Instagram

 

A post shared by ullu ki bhabi (@romentic_bhabi)

ઈશાએ હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તે કોરિડોરમાં ઊભી છે અને અલગ-અલગ એંગલમાં પોઝ આપી રહી છે. તસવીરોની સાથે તેણે કેપ્શનમાં બ્લેક હાર્ટ ઈમોટિકન બનાવ્યું છે. ઈશાની આ તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘હોટી.’ બીજાએ લખ્યું – ‘ખૂબસૂરત.’ તો એક ચાહકે કહ્યું – ‘બ્લેક બ્યુટી. ઈશાની આ સ્ટાઈલ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Bolllywood Media (@bollywoodmediass)

તમને જણાવી દઈએ કે ઇશા ગુપ્તાની ફિલ્મોમાં ડેરિંગ સ્ટાઈલને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતનાર અભિનેત્રી ઇશા ગુપ્તાએ ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

ઈશાનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા નિવૃત્ત એરફોર્સ ઓફિસર છે જ્યારે માતા ગૃહિણી છે. માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી લીધા પછી, તે નસીબ અજમાવવા મુંબઈ આવી. ઈશાએ 2007માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેને મિસ ફોટોજેનિકનો ખિતાબ મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. તેની મુખ્ય ફિલ્મો ‘રાઝ 3D’, ‘ચક્રવ્યુહ’, ‘હમશકલ્સ’, ‘રુસ્તમ’ અને ‘બાદશાહો’ છે. હાલમાં જ તે વેબ સિરીઝ ‘નકાબ’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

Shah Jina