પૈસાની નોટો જ નોટો…કરોડોનો માલિક નીકળો વૈજ્ઞાનિક, છાપામારી દરમિયાન જુઓ શું હાથમાં લાગ્યું

વૈજ્ઞાનિકની ઘરે રેડ પડતા અધધધધ કરોડની બેનામ સંપત્તિ પકડાઈ ગઈ, તસવીરો જોઈને દિલ મચલી ઉઠશે

મધ્યપ્રદેશના સતનાના કોલગવામાંથી સનસનીભર્યો મામલો સામે આવ્યો છે.કોલગવા થાના મારુતિ નગરમાં રવિવારના રોજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના વૈજ્ઞાનિક સુશીલ કુમાર મિશ્રાના ઘરે  EOWએ છાપામારી કરી હતી. અહીં સુશીલ કુમારના ઘરે EOWની ટીમના 25 સદસ્યોએ છાપામારી કરીને કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં સુશીલ કુમારના ઘરમાં કરોડોની સંપત્તિ હોવાની જાણ થઇ હતી.

સવારના 5 વાગે શરૂ થઈને આ કાર્યવાહી પુરા 10 કલાક સુધી ચાલી હતી જેમાં 30 લાખની રોકડ રકમ, 10 લાખના ઘરેણા, સ્માર્ટ સીટી સાથે જોડાયેલા 7 એકડના ફાર્મ હાઉસ સહિત 13 રજિસ્ટ્રીઓ જપ્ત કરવામાં આવી છે.સવારે જ્યારે EOWની ટિમ સુશીલ કુમારના દરવાજા પર પહોંચી તો તેમને જોતા જ સુશીલ ચક્કર ખાઈને પડી ગયા હતા. ટીમના લોકોએ ઘરની અંદર-બહાર જવાની રોક લગાવી દીધી અને તપાસ કરવાનું શરૂ કર્યું હતું. આ સિવાય તેની પાસે અન્ય પણ સંપત્તિઓ હોવાની આશંકા કરવામાં આવી રહી છે પોલીસ તેની જાંચ કરી રહી છે.

સુશીલ કુમારે 1990માં પ્રદુષણ વિભાગમાં એક લેબ ટેક્નિશિયનના પદ પર નોકરી મેળવી હતી. 30 વર્ષની નોકરીના દરમિયાન EOWના અર્જિત આવકથી અનેક બેનામ સંપત્તિઓનું આંકલન  કર્યું છે, જેની જાંચમાં અત્યાર સુધીમાં 7 કરોડની બેનામી સંપત્તિ જપ્ત થઇ છે.સુશીલ કુમારે પ્રદુષણ વિભાગના વૈજ્ઞાનિક રૂપે શહેરનું પ્રદુષણ દૂર કરવાને બદલે કાળું નાણુ એકઠા કરી લીધું હતું. તે અમુક વર્ષોમાં રીટાયર થવાના હતા અને તેના પહેલા તેની કરતૂત સામે આવી ગઈ.સુશીલ કુમાર પર હવે ભ્રસ્ટાચાર નિવારણ અધિનિયમનના અંતર્ગત IPC ની ધારા 13(1)B, 13(2) ના આધારે અપરાધ દર્જ કરવામાં આવ્યો છે.EOWના આધારે અન્ય પણ બેનામી સંપત્તિઓ સામે આવી શકે તેમ છે,જેની જાંચ થઇ રહી છે.

Krishna Patel