એલ્વિશ યાદવે ચાલતા-ચાલતા એક વ્યક્તિને મારી થપ્પડ, વીડિયો વાયરલ થયા બાદ કહ્યુ- મા-બહેનની ગાળો આપશે તો નહિ છોડુ…જુઓ

‘તેણે માં-બહેનની ગાળો આપી, તો મેં માર્યુ’, રેસ્ટોરન્ટમાં એલ્વિશ યાદવે કેમ મારી થપ્પડ- જણાવી હકિકત

બિગબોસ ઓટીટી સિઝન 2 વિનર અને ફેમસ યૂટયૂબર એલ્વિશ યાદવનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જયપુરના રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને જોરથી થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે. જો કે, આ પછી એલ્વિશે પોતાના આ બિહેવિયર પર નિવેદન પણ આપ્યુ છે. રવિવારે રાત્રે યૂટયૂબર એલ્વિશ યાદવ જયપુરના એક રેસ્ટોરન્ટ પહોંચ્યો હતો અને ચાલતા-ચાલતા અચાનક તેણે એક વ્યક્તિને થપ્પડ મારી દીધી. આ જોઇ લોકો એકઠા થઇ ગયા અને પોલિસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા.

જો કે, એલ્વિશ યાદવની PR ટીમે આ મામલે ચુપ્પી સાધી હતી, પણ એલ્વિશની એક ઓડિયો ક્લિપ નિવેદન તરીકે વાયરલ થઇ રહી છે. એલ્વિશ આ ઓડિયો ક્લિપમાં કહી રહ્યો છે કે જુઓ ભાઇ, મામલો એ છે કે મને કોઇ ઝઘડો કરવાનો શોખ નથી અને ના હાથ ઉઠાવવાનો. હું મારા કામથી કામ રાખવાવાળો માણસ છું, જો કોઇ ફોટો ક્લિક કરાવવાનું કહે છે તો હું તેની સાથે આરામથી ફોટો ક્લિક કરાવું છું પણ જો મારી પાછળ કંઇ ખોટુ થાય છે કે કોઇ કમેન્ટ કરી માં-બહેનની ગાળો આપે છે તો હું તેને છોડતો નથી.

જેમ કે તમે લોકો જોઇ રહ્યા છો કે સાથે પોલિસ પણ ચાલી રહી છે, તો એવો સીન નથી કે મેં કોઇ સાથે ખોટુ કર્યુ હોય. તેણે મનો ખોટુ કહ્યુ અને આ માટે મેં તેને થપ્પડ મારી. મને આવું કરવાનો કોઇ પસ્તાવો નથી. હું આવો જ છું, તેણે મને ગાળો આપી તો મેં મારી સ્ટાઇલમાં તેને જોરથી થપ્પડ મારી. એ ગાળો મોંથી બોલે છે, આપણે મોંથી આવી રીતની વાતો નથી બોલી શકતા ભાઇ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે એલ્વિશની આ ઓડિયો ક્લિપ પર ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યુ- કોઇ પણ માં-બાપ માટે અપમાનજનક વાતો નહિ સાંભળી શકે, તમે બિલકુલ બરાબર કર્યુ એલ્વિશ ભાઇ. તો બીજાએ પણ કહ્યુ- તમે કંઇ પણ ખોટુ નથી કર્યુ એલ્વિશ ભાઇ. આવી હરકતો માટે સબક મળવો જોઇએ.

Shah Jina