વિશ્વના સૌથી અમીર વ્યક્તિએ આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો
ધરતીના સૌથી ધનવાન વ્યક્તિ ઇલોન મસ્કે ચેતવણી આપી છે કે, જો માનવે જલ્દી જ પૃથ્વીને નહિ છોડી અને બીજા ગ્રહોની યાત્રા શરૂ ન કરી તો માનવતા ખત્મ થવી નિશ્ચિત છે. સ્પેસએક્સ કંપનીના માલિક મસ્ક લાંબા સમયથી એ માંગ કરી રહ્યા છે કે, માણસને બીજા ગ્રહો પર મોકલવા જોઇએ કેમ કે તેમના ભવિષ્યને સુરક્ષિત રાખી શકાય. ઇલોન મસ્કનું માનવું છે કે, જો માણસ જલ્દીથી પૃથ્વી નહિ છોડે અને બીજા ગ્રહનો પ્રવાસ શર નહિ કરે તો, પૃથ્વી પરથી માનવતાનું નામોનિશાન જતુ રહેશે.
મસ્કે તેમની કંપની સ્પેસએક્સ, ટેસ્લા અને માનવતાના ભવિષ્ય અંગે જણાવ્યું કે આ પ્રકારના શહેર વસાવીને જ આપણે માનવીય ચેતનાને બચાવી શકીએ તેમ છીએ.
ઇલોન મસ્કે જણાવ્યું કે, ધીરે ધીરે આપણે તેનો સામનો કરી રહ્યાં છીએ કે શું આપણે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જઈ શકીએ. બ્રહ્માંડમાં એવી ઘણી ખતમ થયેલી સભ્યતાઓ હશે જે કરોડો વર્ષ સુધી વિકાસ કર્યા બાદ આંતરિક અને બાહ્ય કારણોથી ધીરે ધીરે વિનાશને આરે પહોંચી ગઈ હશે.
અમેરિકાના અપોલો યાનને ચંદ્ર પર લેન્ડિંગના 49 વર્ષ થઇ ચૂક્યા છે અને માણસ હજી સુધી કોઇ બીજા ગ્રહ પર કે ચંદ્ર પર ગયો નથી. મસ્કની યોજના છે કે, આગયલના 10 વર્ષો અંદર પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ મંગળ પર પગલું રાખવુ જોઇએ અને ત્યાં માણસને રહેવાનું કામ શરૂ કરવું જોઇએ.