એકતા કપૂર કોના નામનું સિંદૂર લગાવીને પહોંચી હોસ્પિટલ, ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે વીડિયો

ટીવીની જાણીતી અને પોપ્યુલર અભિનેત્રી અનિતા હસનંદાનીએ દીકરાને જન્મ આપ્યો છે. આ દરમિયાન પ્રોડયુસર એકતા કપૂર તેની મિત્ર અનીતા હસનંદાની સાથે જોવા મળી. હોસ્પિટલથી એકતા કપૂરે અનીતા સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં એકતાની માંગમાં સિંદૂર જોવા મળી રહ્યુ છે.

એકતા કપૂરના આ વીડિયોને જોઇ લોકો સવાલ પૂછી રહ્યા છે કે, તેણે કોના નામનું સિંદૂર લગાવ્યુ છે ?  જો કે, ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે, એકતા ધાર્મિક છે. આવામાં તેનો ટીકો એ થોડો ઉપર લાગી ગયો છે. હવે તેનું સાચું કારણ તો એકતા જ કહી શકે છે.

એકતા કપૂરે હોસ્પિટલમાંથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અનીતા અને એકતા બંને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. આ વીડિયોની શરૂઆતમાં એકતાના મોં પર માસ્ક લાગેલું પણ જોવા મળે છે. પરંતુ તે તેને હટાવી દે છે.

તમને જણાવી દઇએ કે, ટીવી અભિનેત્રી અનીતા હસનંદાનીએ હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે. અનીતાના પતિ રોહિત રેડ્ડીએ આ ખુશખબરી ચાહકો સાથેે શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

Shah Jina