જસદણ વિંછીયા રોડ ઉપર આઇસરના પલટી ખાઈ જવાના લાઈવ દૃશ્યો CCTV કેમરમાં થયા કેદ, જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

રાજ્યભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ઘણા લોકો બેફિકરાઈ ભરીથી વાહન હંકારે છે અને તેના કારણે અકસ્માત પણ સર્જાતો હોય છે, આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, આવા કેટલાક અકસ્માતના દૃશ્યો પણ સીસીટીવીમાં કેદ થઇ જાય છે અને તેના વીડિયો પણ વાયરલ થઇ જાય છે.

હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જસદણ-વિછિયા રોડ ઉપર ઘટ્યો હતો. આ અકસ્માતમાં પુરપાટ ઝડપે આવી રહેલ આઇસર પલટી ખાઈ અને રોડ ઉપર પડી ગયું હતું. જેનો વીડિયો જોઈને જ રૂંવાડા ઉભા થઇ જાય છે. જેના દૃશ્યો પણ સીસીટીવી કેમરામાં કેદ થઇ ગયા છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક આઇસર પુરપાટ ઝડપે આવી રહ્યું છે અને તેની આગળ એક કાર પણ ચાલી રહી છે. અચાનક આઇસરનો ડ્રાઈવર બ્રેક મારવા જાય છે અને કાબુ ગુમાવે છે, અને રોડ ઉપર જ આઇસર પલટી ખાઈ જાય છે. સદનસીબે કાર થોડી જ દૂર હોવાના કારણે બચી જાય છે. આ અકસ્માતનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા ક્લાકો પહેલા જ છીયાના લાલાવદર ગામ નજીક કપાસ ભરેલું આઈસર અચાનક પલટી ખાઈ જતા ડ્રાઈવર સહિત ત્રણ લોકોને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. ત્યારે હવે ફરી આ આઇસર પલટી મારી જવાની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ પણ પેદા કર્યો છે.

Niraj Patel