અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય નાસ્તાની બાબતમાં થયો ઝઘડો, ઘરમાં લગાડી દીધી આગ, પતિએ પત્નીને છરીથી રહેંસી નાખી ? રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

શું પતિએ ગુસ્સામાં આવીને પત્નીની છરીથી કાપી નાખ્યું ગળું કે પછી પત્નીએ કર્યો આપઘાત ? બિચારા બે માસુમ બાળકોનો શું વાંક ?

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે અત્યાચાર અને છેડતીની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર પતિ પત્ની વચ્ચેના ઝઘડા એટલી હદ સુધી વધી જાય છે કે બંનેમાંથી કોઈ એક કોઈની હત્યા પણ કરી દેતું હોય છે. હાલ એવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં પતિ પત્નીનો ઝઘડો એ હદ સુધી વધી ગયો કે પત્નીની લાશ સામે આવી અને ઘરમાં પણ આગ લાગેલી જોવા મળી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમાવાદમાં આવેલ ગોધરેજ ગાર્ડન સીટીમાં આવેલા ઈડન-વી ફ્લેટના ચોથા માળે આજે વહેલી સવારે આગ લાગવવાની ઘટના સામે આવી હતી. જેના બાદ આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8થી પણ વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી.

જ્યારે ફાયર બ્રિગેડે ઘરમાં જોયું તો કોઈ હાજર નહોતું, પરંતુ પતિ પત્ની છરીના ઘા માર્યા હોય તેવી હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા. જેમાં પત્નીનું મોત થયું હતું, જયારે પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે ઘરમાં આગ લાગી હતી તે ઘરમાં અનિલ બધેલ, તેની પત્ની અને બે બાળકો રહેતા હતા. ત્યારે હવે આ મામલામાં અનિલ બધેલે પત્ની સાથેના ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કરી હોય તેમ લાગી રહ્યું હતું.

આસપાસના લોકોના જણાવ્યા અનુસાર તેમના બાળકોને તમેને સવારે સ્કૂલમાં મોકલી દીધું હતું અને તેના બાદ ઘર કંકાસના કારણે આ ઝઘડો થયો હતો. આ મામલે હવે પતિનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આજે સવારે બાળકોને તેઓ સ્કૂલે મૂકીને આવ્યા બાદ પત્ની અનિતાબેન ઘરમાં નાસ્તો બનાવવા માટે ગયા હતા અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

નાસ્તામાં કોઈ ખામી હોવાના કારણે તે રસોડામા પત્નીને ફરિયાદ કરવા ગયા તો પત્ની ઘરમાંથી છરી લઈ આવી અને પતિ પર હુમલો કર્યો હતો. પતિએ પણ સામે પ્રતિકાર કર્યો હતો. ઝઘડા વચ્ચે પત્નીએ છરી વડે ગેસ સિલિન્ડરની પાઈપ કાપી આગ લગાડી દીધી હતી અને બાદમાં જાતે જ પોતાનું ગળું કાપી નાખ્યું હતું. પરંતુ આગ લાગતા તેઓ બહાર દોડીને આવ્યા હતા. ત્યારે હવે આ ઘટનાને કારણે બે બાળકોએ માતાની છત્રછ્યા ગુમાવી છે.

Niraj Patel