રાતના અંધારામાં ધરતીનો આવો અદ્દભુત નજારો આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય, જુઓ સ્પેસમાંથી આવેલો વીડિયો

પૃથ્વી એટલે જીવતા જાગતા મનુષ્યો માટે સ્વર્ગ… ધરતી ઉપર ઘણી બધી જગ્યાએ તમે ગયા હશો અને આ જગ્યાઓનો આનંદ પણ માણ્યો હશે, ક્યાંક તમને રમણીય પ્રકૃતિ જોવા મળશે તો ક્યાંક કુદરતનો અદભુત નજારો. પરંતુ શું તમે ક્યારેય ધરતીનો અદભુત નજારો જોયો છે ? તમે ફ્લાઈટમાં બેઠા હશો ત્યારે તમને ઘણીવાર ઝગમગતું કોઈ શહેર જોવા મળી જશે, પરંતુ આખી પૃથ્વી જોવાનું સૌભાગ્ય કદાચ નહિ મળ્યું હોય.

નાનપણમાં રાત્રે આકાશમાં તારાઓ જોઈને લાગતું કે પૃથ્વી પરથી આકાશ આવું દેખાય છે, આ તારાઓ, આ આકાશગંગા આમ દેખાય છે, તો ત્યાંથી આપણી પૃથ્વી કેવી દેખાશે? પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં આપણે ખરેખર જોઈ શકીએ છીએ કે અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાય છે ? જી હાં, આજકાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અવકાશમાંથી પૃથ્વી બતાવવામાં આવી છે. વીડિયોમાં પૃથ્વી ખૂબ જ સુંદર લાગી રહી છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મોટું સર્કલ આગળ વધી રહ્યું છે. તેના પર ધૂળ-માટી અને રાખ જેવી વસ્તુ દેખાય છે. ફરતી વખતે તેનો કેટલોક ભાગ ચમકતો પણ જોવા મળે છે. કેટલીક જગ્યાએ પ્રકાશ છે અને ઘણી જગ્યાએ અંધકાર પણ જોવા મળી રહ્યો છે. આગળ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ વાદળી રંગની વસ્તુ પણ જોવા મળી રહી છે. તે જ સમયે, વીડિયોમાં થોડીવાર પછી રણ જેવું કંઈક દેખાય છે. એકંદરે, અવકાશમાંથી પૃથ્વીનો નજારો અદ્ભુત છે અને તે એવો છે કે આંખો પર એક ક્ષણ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

અવકાશમાંથી પૃથ્વીનો આ અદ્ભુત નજારો જોઈને તમે દંગ રહી જશો. આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે. આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર વન્ડર ઓફ સાયન્સ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. આ વીડિયો પર અત્યાર સુધીમાં 4.3 મિલિયન વ્યૂઝ આવી ચૂક્યા છે એટલે કે આ વીડિયોને 43 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Niraj Patel