ભાવનગરના DySPના દીકરાનો કેનેડામાંથી આ જગ્યાએ મળ્યો હતો મૃતદેહ ! જુઓ

23 વર્ષના પટેલ યુવકની કેનેડામાં અહિયાંથી લાશ મળી હતી, સૌથી મોટો ખુલાસો

Bhavnagar DySP’s son Body: વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓના મોતની ઘટના પ્રકાશમાં આવે છે, ત્યારે હાલમાં જ કેનેડાના ટોરેન્ટોમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં ભણતા ભાવનગરના સિદસર ગામના આયુષના મોતના સમાચાર સામે આવ્યા હતા, જે બાદ ચકચારી મચી ગઇ હતી. કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલ વધુ એક ગુજરાતી યુવકના મોતની ખબર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો.

છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતા મૂળ ભાવનગરના સિદસર ગામના આયુષ ડાખરાના મોતની ખબર મળતા જ પરિવાર ઘેરા આધાતમાં સરી પડ્યો. સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરન્ટોમાં આવેલ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તે 5 મેના રોજ અચાનક ગુમ થયો હતો અને તે બાદ તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

જો કે, તે ન મળતા તેના પિતાને ફોન કરીને આ અંગેની જાણ કરાઇ. તે બાદ પરિવારના કહેવા પર મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી અને પછી તેની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો. આયુષના કાકાએ જણાવ્યુ કે, તે 5 તારીખે રોજની જેમ યુનિવર્સિટી ગયો હતો અને પછી ગુમ થયો હતો.

ત્યારબાદ બે દિવસ પછી ટોરેન્ટોના એક પુલ નીચેથી તેનો મૃતદેહ મળી આવ્યો. આયુષ ધોરણ-12 પછી વધુ અભ્યાસ માટે સાડા ચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. તે હાલમાં માસ્ટર્સ કરી રહ્યો હતો અને તેનું માસ્ટર્સ પણ 6 મહિનામાં પૂર્ણ જ થવાનું હતુ. પણ એ પહેલા જ આયુષ મોતને ભેટ્યો.

આયુષના કાકાએ જણાવ્યુ કે, તેમના કેટલાક સંબંધીઓ કેનેડામાં વસવાટ કરે છે અને પરિવારમાંથી આયુષ એકલો કેનેડા ગયો હતો. તે કેનેડામાં યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. ત્યાં 4-5 ગુજરાતીઓ મિત્રો સાથે રહેતો હતો. આયુષની જે જગ્યાએથી બોડી મળી આવી હતી તેનો પણ વીડિયો સામે આવ્યો હતો.

Shah Jina