દેવ ભૂમિ દ્વારકાના યુવાને સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં સામે આવ્યું મોટું રહસ્ય, આ લોકોએ

દેવ ભૂમિ દ્વારકાના યુવકે આ લોકોથી કંટાળીને યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી, સુસાઇડ નોટમાં સામે આવ્યું મોટું રહસ્ય

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો પ્રેમ સંબંધોના કારણે પોતાનું જીવન ટૂંકાવે છે, તો ઘણા લોકો આર્થિક સંકળામણમાં પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, ત્યારે હાલ એક કિસ્સો દ્વારકામાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 40 વર્ષના દિલીપ શાંતિલાલ ઉનડકટે અસામાજિક તત્વોની ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો છે આ સાથે તેણે સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં મૃતક યુવાને આપઘાત માટે મજબુર કરનાર લોકોના નામ લીધા છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ ઉર્ફે દુલો નામના 40 વર્ષના યુવાનને આજથી આશરે છ માસ પૂર્વે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં રીક્ષા રાખવા બાબતે અહીંના સંજય નાથા ચોપડા નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેના ભાઈ દેવા નાથા ચોપડા તથા અન્ય શખ્સ કિશન કાનજી બગડા નામના ત્રણ શખ્સોએ દિલીપભાઈને બેફામ મારી, ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોંચાડી હતી.

જે અંગેની જે-તે સમયે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગેનો કેસ અહીંની કોર્ટમાં ચાલુ હોય, જે સંદર્ભે ગત તારીખ 17 નવેમ્બરના રોજ કોર્ટની મુદ્દતમાં ગયેલા દિલીપભાઈ તથા તેમની સાથે ગયેલા તેમના નાનાભાઈ સુનિલભાઈ સાથે આરોપી શખ્સોએ સમાધાન કરી લેવાની વાત કરી હતી.

પરંતુ તેઓ સમાધાન કરવાના મૂડમાં ન હોય, આરોપી શખ્સો દ્વારા બળજબરીપૂર્વક સમાધાન કરવા માટે દિલીપભાઈને દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહી આરોપી શખ્સો એ જો તે સમાધાન નહીં કરે તો પુનઃ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળીને દિલીપભાઈ ગઈકાલે સોમવારે પોતાના સાંજે પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

દિલીપભાઈએ આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેમને પોતાની આપવિતી જણાવતા કહે છે કે, મારું નામ દિલીપ શાંતિલાલ ઉનડકટ, મારે મગજમારી થઇ હતી સંજય, એનો ભાઇ નથુ, અને કિશન ઉર્ફે બાઠો. મારે કોર્ટની 17 તારીખ હતી અને આ લોકો મારી ઘરે આવ્યા હતા. એમની સાથે આવેલો ચોથો કોણ હતો તેની મને ખબર નથી. પરંતુ આઠએક વાગ્યાની આસપાસ આવીને તેમણે મને કહ્યુ હતુ કે, કોર્ટમાં તુ સમાધાન કરી લે. નહીં તો કોર્ટમાં તું કાંઇપણ બોલીશ તો તારા ફરીથી હાથપગ તોડી નાંખીશું. મારી પાસે કોઇ પૈસા નથી કે નથી બીજી કોઇ વસ્તુ એટલે હું ડિપ્રેશનમાં આવી ગયો હતો.”

વીડિયોના અંતમાં કહ્યું હતું કે, “એમને મને એટલો ત્રાસ આપ્યો છે કે, હું મરી જાવ તો કોઇપણ જાતની જવાબદારી એ લોકોની રહેશે. એ લોકો મારી પાછળ પડી ગયા છે અને મારી અત્યારે એવી કોઇ પરિસ્થિતિ નથી કે હું કાંઇ કરી શકુ. આ લોકોને હું મરી ગયા બાદ યોગ્ય સજા મળે તેવી મને આશા છે.” પોલીસે આ મામલામાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સુસાઇડ નોટ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel