અંજુ બાદ હવે રાજસ્થાનની દીપિકા પણ ઇરફાન સાથે કુવૈત પહોંચી, પ્રેમી સાથે બુરખામાં જોઇ પરિવારના ઉડ્યા હોંશ

પ્રેમી સાથે બે બાળકોને છોડી તેની માતા કુવૈત ફરાર, પતિ બોલ્યો- ઇરફાન બ્રેઇનવોશ કરી લઇ ગયો, જાણો શું છે કહાની

Rajasthan Deepika Kuwait : પ્રેમીઓ માટે દેશ છોડવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. પાકિસ્તાનની સીમા સચિન માટે ભારત આવ્યા બાદ રાજસ્થાનના અલવરથી પ્રેમી માટે અંજુ પાકિસ્તાન ભાગી ગઇ હતી, ત્યારે હવે નવો મામલો સામે આવ્યો છે, ડુંગરપુરના ચિતરી પોલીસ સ્ટેશનની દીપિકા તેના બે બાળકોને છોડી પ્રેમી સાથે કુવૈત ભાગી ગઈ હોવાનું સામે આવ્યુ છે. દીપિકાના પતિએ આ મામલે ડુંગરપુરી પોલીસમાં ફરિયાદ કરી છે.

અંજુ બાદ હવે દીપિકા બે બાળકો અને પતિને છોડી પ્રેમી સાથે ફરાર થઇ
કુવૈત પહોંચ્યા બાદ દીપિકાએ એક ફોટો શેર કર્યો જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે બુરખામાં જોઇ શકાય છે. મુસ્લિમ યુવક સાથે ભાગી જવાના સમાચાર બાદ ડુંગરપુરના હિંદુ સંગઠનો આ મામલે કલેક્ટર-એસપી પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દીપિકાના ભાગી જવાના સમાચારથી વિસ્તારમાં તણાવ છે. દીપિકાના ભાગી ગયા બાદ તેના પતિ મુકેશે 15 જુલાઈના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દીપિકા અને મુકેશને 13 વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર છે. મુકેશે પોલીસને રિપોર્ટમાં જણાવ્યું કે તે મુંબઈમાં નોકરી કરે છે.

પત્ની બીમારીનું બહાનું બતાવી ભાગી
તેની પત્ની 10 જુલાઈના રોજ ગુજરાતના ખેડબ્રહ્મા (સાબરકાંઠા)માં તબિયત બગડી હોવાનું કહીને ગઈ હતી. મુકેશને ખબર પડી કે તે અવારનવાર સારવારની વાત કરીને ત્યાં જતી, પણ આ વખતે તે ઘરે પાછી ન આવી. મુકેશે પોલીસને જણાવ્યું કે તેણે દીપિકા સાથે છેલ્લે 12 ઓગસ્ટે ફોન પર વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે તેની સારવાર ચાલી રહી છે, અને તે હોસ્પિટલમાં દાખલ છે. તેણે કહ્યું કે આ પછી 13 ઓગસ્ટના રોજ દીપિકાનો વોટ્સએપ કોલ આવ્યો, જેમાં તેણે કહ્યું કે તમે મારાથી ખૂબ નારાજ છો, એટલા માટે હું બહાર આવી છું, હવે તમને મુશ્કેલી નહીં પડે.

પતિએ લગાવ્યા પ્રેમી પર આરોપ
મુકેશે જણાવ્યું કે આ પછી તે મુંબઈથી ડુંગરપુર આવ્યો. આ દરમિયાન તેણે દીપિકાનો ફોટો જોયો, જેમાં તે એક યુવક સાથે બુરખામાં જોવા મળી. અહેવાલો અનુસાર, યુવક ગુજરાતના નવાઝ નગરનો રહેવાસી ઈરફાન હૈદર છે. મુકેશે પોલીસને જણાવ્યું કે આરોપી ઈરફાન હૈદરે તેનો ધર્મ છુપાવીને તેની પત્નીને લલચાવી હતી અને બ્રેઈનવોશ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું.

દીપિકા ઘરેથી 12 તોલા સોનાના ઘરેણા અને 2 લાખ 35 રોકડ લઈને ભાગી
મુકેશે એમ પણ કહ્યું કે દીપિકા ઘરેથી 12 તોલા સોનાના ઘરેણા અને 2 લાખ 35 રોકડ લઈને ભાગી છે. આ કેસમાં, પોલીસે કહ્યું કે મહિલાના ગુમ થવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ લવ જેહાદના આરોપોની તપાસ કરી રહી છે. એવું કહેવાઇ રહ્યુ છે કે, આરોપી યુવક પરિણીત હોવા છતાં તેની પત્નીને લઈ ગયો હતો.

Shah Jina