આ છે સૌથી અમીર બાળક, હજુ તો લાયસન્સની ઉંમર નથી થઇ એ પહેલા જ ખરીદી લીધી છે લક્ઝુરિયસ કાર, જુઓ કોણ છે તે

સૌથી અમીર બાળક: ડ્રાઈવિંગ લાયસન્સ નથી તો પણ ખરીદી ચુક્યો છે અરબો રૂપિયાની લકઝરી કાર…તસવીરો જોઈને કહેશો ખુબ જ નસીબદાર

દુનિયાની અંદર ઘણા બધા બાળકો જન્મતાની સાથે જ કરોડોના માલિક બની જાય છે, દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે જયારે તેમના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મ થયો ત્યારે પણ લોકોએ આજ વાત કહી હતી કે તે કેટલો કિસ્મતવાળો છે જે અંબાણીના ઘરમાં જન્યો, પરંતુ આજે અમે તમને દેશના સૌથી અમીર બાળક વિશે જણાવીશું જેની પાસે હજુ ડ્રાઈવિંગ લાયસન્સ નથી આવ્યું એ પહેલા તો એને લક્ઝુરિયસ કાર ખરીદી લીધી છે.

અમે વાત કરી રહ્યા છીએ “મની કિક્સ”ના નામથી પ્રખ્યાત રશીદ બલ્હાસાની. જે પોતાની ટીનેજની ઉંમરમાં જ સૌથી ધનવાન બની ગયો છે. દુબઈમાં રહેવા વાળા આ વ્યક્તિ પાસે 20 વર્ષની ઉંમર પહેલા જ સુપર કારનો મોટો કાફલો જોવા મળી રહ્યો છે. આજની તારીખમાં તેની પાસે એકથી એક ચડિયાતી અને મોંઘી કાર છે.

તેની પાસે અઢળક સંપત્તિ છે. યંગ બિઝનેસમેનના રૂપમાં આ બાળકને ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા ઉપર તેને મની કિક્સના નામે ઓળખવામાં આવે છે તે આ નામે જ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તેના ઉપર 32 લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઈબર છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તેને 20 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

દુબઈમાં રહેવા વાળા આ કિશોરનું સાચું નામ Rashed Belhasa છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર Rashed Belhasa હજુ 20 વર્ષનો નથી થયો પરંતુ તેની પાસે એકથી એક ચઢિયાતી સુપર કાર હાજર છે. દુબઈમાં તેની ઓળખ શહરના સૌથી અમીર બાળકના રૂપમાં કરવામાં આવે છે. તેના પિતા Saif Ahmed Belhasa મોટા બિઝનેસમેન છે.

Saif Ahmed Belhasa વિશે કહેવામાં આવે છે કે યુનાઇટેડ આરબ અમીરાતના આર્થિક વિકાસમાં તેમનો પણ ખુબ જ મોટો રોલ છે. તે ટ્રેડિંગ અને એનર્જીના બિઝનેસમાં મોટું નામ ધરાવે છે. સાથે જ Belhasa group of companies ગ્રુપ ઓફ કંપનીના માલિક છે. આ ગ્રુપની અંદર કુલ મળીને 23 કંપનીઓ છે.

Rashed પોતાના પિતાથી એક અલગ રસ્તો પસંદ કર્યો, તેને 13 વર્ષની ઉંમરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી. તેની ચેનલ ઉપર તમે એકથી એક મોંઘા ટ્રેનર જોઈ શકો છો. આ ઉપરાંત તેને યુટ્યુબ ચેનલ ઉપર ઘણી મોંઘી ગાડીઓ પણ બતાવી છે. આ ઉપરાંત તે મ્યુઝિક વીડિયો પણ તેને બનાવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર Rashedની પાસે Cadillac Escapade, Lamborghini Aventador અને Ferrari F2 Berlanetta કાર છે. આ ત્રણ કારની કિંમત જ 5 કરોડથી વધારે થાય છે. તે ચર્ચામાં ત્યારે આવ્યો હતો જયારે તેને અમેરિકાના બોક્સર Floyd Mayweatherને બોક્સિંગ મેચ માટે ચેલેન્જ આપ્યું હતું.

Niraj Patel