13 એપ્રિલથી શરુ થશે ચૈત્ર નવરાત્રિ: 9 દિવસ ભૂલથી પણ ન કરો આ 9 કામ…

ચૈત્રી નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થાય છે. નવરાત્રિના મા દુર્ગાના વિભિન્ન રૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ ઉપવાસ પણ રાખવામાં આવે છે. વર્ષમાં ચાર નવરાત્રીનો પર્વ આવે છે જેમાં ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીનું ખાસ મહત્વ છે. પૂજા કરવાથી તમને તમારું મન વંચિત ફળ પ્રાપ્ત થાય છે.

નવરાત્રીના નવ દિવસ ભૂલથી પણ આ કાર્ય ન કરવા જોઈએ.

1) ઘરને એકલુ ન રાખવું જોઈએ.

નવરાત્રિનો પર્વ ધુમધામથી અને સાચી ભક્તિ સાથે ઉજવે છે ઘણા લોકો નવ દિવસ કળશ સ્થાપના કરે છે અને વ્રત રાખે છે. અખંડ જ્યોતિ પણ પ્રગટાવે છે. આમાંથી કોઇપણ કાર્ય તમે કરતા હોય તો તમારે ઘર ક્યારેય પણ ખાલી ન રાખવું જોઈએ. ઘરમાં કોઈક વ્યક્તિ જરૂર હાજર રહેવું જોઈએ.

2) ગરીબોને ખાલી હાથે ન જવા દેવા.

જેમ નવરાત્રિમાં ઘર અને મનની શુદ્ધતા અને પવિત્રતા જરૂરી છે તેવી જ રીતે નવરાત્રીના નવ દિવસ વચ્ચે કોઈ ગરીબ તમારા ઘરમાં આવે તો તેને ખાલી હાથે ન જવા દેવો. ગરીબને તમારી જરૂરત અને શ્રદ્ધા અનુસાર ભોજન અથવા કંઈક વસ્તુનો દાન અવશ્ય કરાવવું જોઈએ જેનાથી તમને શું ફળ પ્રાપ્ત થશે.

3) ગુસ્સો અને અપશબ્દોથી દૂર રહેવું.

નવરાત્રીના નવ દિવસ તમારે કોશિશ કરવી કે ઘરમાં વાતાવરણ શાંત અને ભક્તિમય બન્યું રહે. જેનાથી મહાદેવે પ્રસન્ન થશે અને તમારે ભક્તિથી તમારી દરેક ઈચ્છા પુર્ણ થશે. નવરાત્રીના નવ દિવસ મનને શાંત રાખીને પૂજા પાઠ કરવા આ સમયે ગુસ્સો અને અપશબ્દ જેવા કાર્યથી બચવું.

4) નખ ન કાપવા.

નવરાત્રિનો પર્વમાં દેવીને સમર્પિત પર્વ છે. જેના અમુક નિયમો છે બધા નિયમમાંથી એક નિયમ છે કે નવરાત્રીના નવ દિવસમાં નખ ન કાપવા જોઈએ. નખ કાપવા એ સારી આદત છે પરંતુ શાસ્ત્રો અનુસાર નવરાત્રિના નવ દિવસ ન કાપવા વર્જિત માનવામાં આવે છે એટલા માટે નવરાત્રીના વ્રત દરમિયાન નખ ન કાપવા.

5) ચામડાની વસ્તુનો પ્રયોગ ન કરવો.

શાસ્ત્રો અને પ્રાચીન માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે નવરાત્રીના પર્વ દરમિયાન ચામડાની વસ્તુનો પ્રયોગ ન કરવો. તેમજ પૂજા અને વ્રત કરતી વખતે લેધર કે ચામડાની વસ્તુનો ઉપયોગ ન કરવો.

6) ડુંગળી અને લસણ ન ખાવા.

એવી માન્યતા છે કે જે લોકો નવરાત્રિમાં વ્રત રાખે છે તે લોકો વ્રતના નવ દિવસ ડુંગળી લસણનો ઉપયોગ ન કરવો. જે વ્યક્તિ વ્રત કરે છે તેનો કોઈ સાત્વિક ભોજન ગ્રહણ કરવો. જેનાથી માની કૃપા તમારા ઉપર બની રહેશે.

7) દાઢી, મુછ, વાળ ન કાપવા.

શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે નવરાત્રીનાં નવ દિવસ જે લોકો વ્રત રાખે છે. તે લોકોએ દાઢી મુછ વાળ ન કાપવા જોઈએ. પરંતુ બાર સંસ્કારોમાંથી એક સંસ્કાર છે કે બાળકોના મુંડન સંસ્કાર જેવુ કાર્ય કરવુ શુભ માનવામાં આવે છે.

8) શુદ્ધતા અને પવિત્રતા રાખવી.

શાસ્ત્રોની માનીએ તો દેવીને સમર્પિત નવરાત્રીના નવ દિવસ તમારે ઘરમાં શુદ્ધતા અને પવિત્રતા રાખવી સાથે સાથે મનની પવિત્રતા પણ પણ રાખવી.

9) કોઈનું અપમાન ન કરવુ.

નવરાત્રિનું વ્રતમા દુર્ગાના નવ સ્વરૂપની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રમાં યોગ કહેવામાં આવે છે જે લોકો નવરાત્રિનો ઉપવાસ રાખે છે તેના ઉપર માની કૃપા અવશ્ય રહે છે. આ સમય દરમિયાન કોઇ અન્ય વ્યક્તિનુ અપમાન ન કરવું જોઈએ. તેમજ નાના-મોટાનુ માન રાખવું જોઈએ. નવરાત્રિમાં આ નિયમોનું પાલન કરવાથી તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થશે.

YC