યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય યુવક નવીનના પાર્થિવ દેહને લઇને પિતાએ લીધો મોટો નિર્ણય !

રશિયન એર સ્ટ્રાઈકમાં યુક્રેનમાં જીવ ગુમાવનાર ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નવીન શેખરપ્પાના પરિવારના સભ્યોએ નવીનનું પાર્થિવ શરીર મેડિકલ કોલેજમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. નવીનનો મૃતદેહ સોમવારે એટલે કે આજે સવારે બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવશે. જો કે, યુદ્ધના કારણે ભારત સરકારને મૃતદેહ લાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે નવીનનો મૃતદેહ સોમવારે વહેલી સવારે બેંગ્લોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. પરિવારજનોના જણાવ્યા અનુસાર સોમવારે મૃતદેહ ચલગેરી ગામ પહોંચશે. અંતિમ સંસ્કાર કર્યા પછી, પાર્થિવ શરીર દાવણગેરેની એસએસ મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવશે.

1 માર્ચના રોજ યુક્રેનના ખાર્કિવ શહેરમાં રશિયન હુમલાનો શિકાર નવીન થયો હતો જ્યારે તે ખોરાકની શોધમાં બંકરમાંથી બહાર આવ્યો હતો. કર્ણાટક સરકારે તેના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. નવીન શેખરપ્પા યુક્રેનના આર્કિટેકટોરા બેકાટોવા ખાતે રહેતા હતા. તે ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હુમલામાં તેમના મોતની પુષ્ટિ કરી હતી. નવીનના મોતની માહિતી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પિતા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આ દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના પાઠવી હતી.

દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, નવીનના પિતાએ કહ્યું- નવીનનો મૃતદેહ સોમવારે સવારે 3-4 વાગ્યા આસપાસ બેંગલુરુ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી સવારે 9 વાગ્યા સુધીમાં મૃતદેહ અમારા ગામ પહોંચશે, ત્યારબાદ અમે વીર શૈવ પરંપરા મુજબ પૂજા કરીશું અને પછી અમે તેને લોકોના દર્શન માટે રાખીશું. આ પછી મૃતદેહને મેડિકલ અભ્યાસ માટે એસએસ હોસ્પિટલ દાવણગેરેમાં દાન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું- અમને હાવેરી જિલ્લા કલેક્ટર ઓફિસ અને અમીરાતની ફ્લાઈટ સર્વિસ તરફથી નવીનના મૃતદેહના આગમન અંગેનો સંદેશ મળ્યો છે.

હવે અમે ખુશ છીએ કે અમારા પુત્રનો મૃતદેહ પાછો લાવવામાં આવ્યો છે. નવીનના મોતના સમાચાર મળ્યા બાદ તેના પિતાએ મીડિયાને કહ્યું હતું કે- ભારતમાં જાતિ અનુસાર સીટોની ફાળવણી કરવામાં આવે છે. પીયુસીમાં 97 ટકા માર્ક્સ મેળવવા છતાં મારા પુત્રને રાજ્યમાં મેડિકલ સીટ ન મળી શકી, જેના કારણે તેને અભ્યાસ માટે યુક્રેન મોકલવો પડ્યો. 19 માર્ચે રશિયા-યુક્રેન યુદ્ધનો 24મો દિવસ છે.

આ 24 દિવસમાં યુક્રેનના દરેક મોટા શહેર તબાહ થઈ ગયા છે. આ દરમિયાન 20000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો ‘ઓપરેશન ગંગા’ હેઠળ ભારત પરત ફર્યા છે. જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય અનુસાર સવારે 8.30 કલાકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ પછી રશિયન સેનાએ યુક્રેન પર હવાઈ હુમલો શરૂ કર્યો. આ હુમલાઓ બાદ યુક્રેનની રાજધાની કિવ સિવાય ખાર્કિવ, મેરીયુપોલ અને ઓડેસામાં વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Shah Jina