BIG NEWS: ધરપકડ પછી પોલીસ કસ્ટડીમાં આવી હાલત થઇ ગઈ મેહુલ ચોક્સીની, જુઓ અંદરના PHOTOS

છેલ્લા કેટલાક દિવસથી એન્ટિગુઆ અને બારબુડાથી ગુમ થયેલો PNB કૌભાંડના ગુનેગાર અને ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકામાં ઝડપાયો છે. હવે ત્યાંની કસ્ટડીમાં જેલમાં બંધ થયેલા PHOTOS વાયરલ થયા છે. ચોકસી હાલમાં ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો મેહુલ ચોકસી જેલના સળિયા પાછળ છે અને તેમના હાથો પર સ્યાહી લગાવી છે. તેની આંખો ખૂબ જ લાલ અને શરીરથી ખૂબ જ નબળો દેખાઇ રહ્યો છે. આની પહેલા ચોક્સીના લોયરે તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હોવાનો તથા શરીર પર તેના નિશાન હોવાનો આરોપ લગાવ્યો હતો.

કેરિબિન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ભાગેડુના વકીલ દ્વારા દાખલ કરવામાં કેબિયસ કોરપસ અરજી પર સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્સી પર ભારતની PNB સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે.

તમને જણાવી દઈએ ભાગેડુ નીરવ મોદી લંડનની જેલમાં બંધ છે અને કોર્ટમાં તેના પ્રત્યર્પણની વિરૂદ્ધ કેસ લડી રહ્યો છે. ચોકસીએ રોકાણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવાના કાર્યક્રમનો ઉપયોગ કરતાં 2017મા એન્ટિગુઓ અને બારબુડાની નાગરિકતા મેળવી લીધી હતી અને જાન્યુઆરી ૨૦૧૮ વર્ષ પહેલાં અઠવાડિયામાં ભારતથી ગાયબ હતો. આ બંને કેસની તાપસ CBI કરી રહી છે.

YC