અમદાવાદની પરણીતાને ત્રણ ત્રણ વાર લગ્ન કર્યા છતાં પણ ના મળ્યું સુખ અને અંતે ભર્યું એવું પગલું કે સૌના હોશ ઉડી ગયા

ત્રણ ત્રણ લગ્નમાં સુખ ન મળતા અમદાવાદની મહિલાએ ભર્યું ખતરનાક પગલું, આખો પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો- જાણો વિગત

દરેક છોકરી ઇચ્છતી હોય છે કે તેને લગ્ન  માટે એક સારો પરિવાર મળે, એક સારો અને તેને સમજી શકે એવો પતિ મળે, માતા પિતા જેવા સાસુ સસરા મળે, બહેન જેવી નણંદ અને ભાઈ જેવો દિયર મળે. પરંતુ ઘણી છોકરીઓ માટે આ માત્ર એક સપના સમાન જ રહી જાય છે. ઘણી સ્ત્રીઓ લગ્ન બાદ ઘરેલુ હિંસાનો પણ ભોગ બનતી હોવાની ખબરો અવાર નવાર આવતી રહે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ખબર અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં પરણીતાને સાસુ અને પતિ દ્વારા નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ ઊંઘની ગોળીઓ ખાઈ લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માહિતી એવી પણ મળી રહી છે કે પતિ અને પત્ની બંનેના આ ત્રીજા લગ્ન હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન વર્ષ 2019માં જોધપુર ગામ નજીક રહેતા વિશાલ સાથે થયા હતા. લગ્ન બાદ જયારે તે બંને હનીમૂન ઉપર ગયા ત્યારે વિશાલ તેની મમ્મીને વારંવાર ફોન કરતો હોવાના કારણે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.

આ ઘટના બાદ બંને વચ્ચે અવાર નવાર ઝઘડાઓ શરૂ થઇ ગયા હતા. પરિણાતા નોકરી પણ કરતી હતી, પરંતુ તેના સાસુથી કામ નથી થતું એમ કરીને તેની નોકરી પણ તેના પતિએ છોડાવી દીધી હતી. આ ઉપરાંત પિયરમાં ફોન કરવા ઉપર પણ તેના સાસુ તેની સાથે ઝઘડતા અને અડોશપાડોસમાં વાતો પણ ના કરવાનું કહેતા.

પરણિતાનો આરોપ છે કે આ ઉપરાંત તેને સંતાન ના થતું હોવાના કારણે પણ તે લોકો મહેણાં ટોણા મારતા હતા. તેને કોઈ વસ્તુ લેવા માટે પણ પૈસા આપતા નહોતા. એકવાર તેના સાસુએ અને તેના પતિએ તેને પિયર ચાલ્યા જવા માટે કહ્યું હતું, પરંતુ પરણિતા દ્વારા ના કહેતા તેના ભાઈને ફોન કરી અને તેને લઇ જવાનું જણાવ્યું હતું. જેના બાદ બંને વચ્ચે સમાધાન પણ કરાવવામાં આવ્યું હતું.

પરંતુ 12 જૂનના રોજ પરિણીતાનો પતિ અને તેના સાસુ ઘરની બહાર નીકળી ગયા હતા, અને પરિણીતાનો ફોન પણ ઉઠાવવાનો બંધ કરી દેતા પરણીતાને લાગી આવતા તેને પોતાના ભાઈ અને પતિને વોટ્સએપ ઉપર મેસેજ કરીને 15 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ હાલ તપાસ કરી રહી છે.

Niraj Patel