‘ડરી ડરીને ભાગ્યો અને પછી…’ રસ્તા પર હતો માસૂમ બાળક, 5 શ્વાને કર્યો હુમલો- સામે આવ્યા CCTV ફુટેજ

ગલીથી જતા સમયે માસૂમ બાળકને શ્વાને ઘેર્યા, બૂમો પાડતી દોડી માતા, વાયરલ વીડિયો ડરાવી દેશે

સોસાયટીથી લઇને રસ્તા અને ગલીઓમાં આવારા કૂતરાઓનો ખતરો વધતો જઇ રહ્યો છે, તેઓ રસ્તા પર મોટા હોય કે બાળકો કોઇને પણ નથી છોડતા. આવો જ એક મામલો સામે આવ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ મામલો પંજાબના બઠિંડાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં બે બાળકો નજર આવી રહ્યા છે જેમાંથી એક બાળક પર પાંચ શ્વાન હુમલો કરે છે, બાળક ઘણુ ડરેલુ જોઇ શકાય છે.

જો કે બાદમાં કેટલીક મહિલાઓ આવી બાળકને બચાવે છે. આ મામલાનો CCTV વીડિયો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઇ રહ્યો છે અને ઘણો ડરામણો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બઠિંડાની નેશનલ કોલોનીમાં આવારા કૂતરાઓનો કહેર જોવા મળ્યો. વિસ્તારના લોકોએ કહ્યુ કે પૂરા મહોલ્લામાં કૂતરાઓએ આતંક મચાવી રાખ્યો છે. છેલ્લા દિવસોમાં જે અકસ્માત થયો તેના કારણે બાળકો તો ઠીક પરંતુ મોટા પણ ડરેલા છે.

બાળકોને ઘરમાંથી બહાર મોકલતા પણ ડર લાગે છે. લોકોનું કહેવુ છે કે હવે બાળકો ગલીમાં નહિ રમે તો ક્યાં રમશે. સ્થાનીક લોકોનું કહેવુ છે કે નગર નિગમને પણ ઘણીવાર ફરિયાદ કરી છે, પણ કઇ ઉકેલ નથી આવી રહ્યો. અત્યારે તો બાળકનો જીવ બચી ગયો પણ કાલે કોઇ મોટો અકસ્માત થશે તો તેના માટે જવાબદાર કોણ ?

ત્યાં સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આ મામલે ઘણા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવુ છે કે આું ઘણા ક્ષેત્રોમાં જોવા મળી રહ્યુ છે, જ્યાં લોકો કૂતરાઓના કહેરને કારણે ઘણા પરેશાન છે. જે વીડિયો સામે આવ્યો છે તે 2 એપ્રિલનો હોવાનું કહેવાઇ રહ્યુ છે જેને X પર @gharkekalesh નામના એકાઉન્ટથી 3 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો છે.

Shah Jina