ટોમી બન્યો દુલ્હો અને જેલી બની દુલ્હન…શ્વાનના અનોખા લગ્નમાં ધામધૂમથી નાચ્યા જાનૈયા- જુઓ વીડિયો

અહી ડોગ ટોમી બન્યો દુલ્હો અને જેલી બની દુલ્હન, ફેરા-વરમાળાથી લઇને રિસેપ્શન સુધી બધુ જ થયું, જુઓ

તમે માણસોના ધામધૂમથી લગ્ન થતા જોયા હશે પણ હવે તો લોકો પ્રાણીઓના પણ લગ્ન ધામધૂમથી કરતા હોય છે. હાલમાં આવા જ એક અનોખા લગ્ન ચર્ચામાં આવ્યા છે. શનિવારના રોજ અલીગઢમાં એક અનોખા લગ્ન યોજાયા જેમાં ટોમી દુલ્હો બન્યો અને જેલી દુલ્હન બની. બંનેએ સાત ફેરા લઇને એકબીજાને જીવનસાથી બનાવ્યા. ઘરવાળા અને જાનૈયાઓએ ખૂબ ઢોલ નગારા પર ડાન્સ કર્યો અને દેશીની ધીની દાવત પણ ખાધી.

આ અનોખા લગ્ન હાલમાં ચર્ચામાં બનેલા છે. ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં સુખરાવલી ગામના પૂર્વ પ્રધાન દિનેશ ચૌધરીનો આઠ મહિનાનો પાલતુ શ્વાન ટોમી લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. ટોમીના લગ્ન અતરૌલીમાં ટીકરી રાયપુર નિવાસી ડો રામપ્રકાશ સિંહની સાત મહિનાની માદા શ્વાન જેલી સાથે થયા. ડો રામપ્રકાશ સિંહ તેમની જેલી માટે ટોમીને જોવા સુખરાવલી આવ્યા અને બંનેના લગ્ન નક્કી કર્યા. ટોમી અને જેલીના લગ્ન મકરસંક્રાતિના દિવસે 14 જાન્યુઆરી શનિવારના રોજ થયા હતા.

શનિવારે જેલી તરફથી ટીકરી રાયપુરનો વધુ પક્ષ સુખરાવલી પહોંચ્યા. જેલી તરફથી આવેલા લોકોએ ટોમીને તિલક કર્યુ અને પછી બંનેના લગ્ન થયા. બપોરે ટોમીને ફૂલોની માળા પહેરાવી દુલ્હો બનાવવામાં આવ્યો. ઢોલ નગારા વચ્ચે ટોમીની ધામધૂમથી જાન આવી. દુલ્હો બનેલો ટોમી આગળ આગળ અને પાછળ જાનૈયાઓએ ખૂબ ડાન્સ કર્યો. જાન સ્થળ પર પહોંચી. પછી ટોમી અને જેલીના ગળામાં ફૂલમાળા પહેરાવી, વર-વધુ પક્ષના લોકોએ બંનેને આશીર્વાદ આપ્યા.

તે બાદ દેશી ઘીથી બનેલા વ્યંજન પરોસવામાં આવ્યા અને લોકોએ આનંદથી ભોજન કર્યુ. વર-વધુ બનેલા ડોગીએ ફેરા ફરી એકબીજાનો અંગીકાર કર્યો. લગ્ન બાદ વિદાયની રસ્મ પણ કરવામાં આવી. ટોમી અને જેલીના એવા લગ્ન થયા કે આને લઇને ક્ષેત્રમાં અલગ અલગ ચર્ચાઓ પણ થઇ. કેટલાકે આને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો તો કેટલાકે આ પ્રકારના ટોટકા ગણાવ્યા.

Shah Jina