વાનર-ગલુડિયાનો આ વાયરલ વીડિયો તમે જોયો કે નહિ ? કૂતરા અને વાંદરાનો આ વીડિયો જોઇ ચોક્કસથી કહેશો- તેરે જેસા યાર કહા…

માણસો મિત્રતાની કહાની તો દુનિયાભરમાં લોકોએ ઘણી સાંભળી અને જોઇ હશે પરંતુ પ્રાણીઓ વચ્ચેની મિત્રતાની કહાની તો કયારેક જ જોવા મળતી હોય છે. એમાં પણ જયારે એક પ્રાણી બીજા પ્રાણીને મદદ કરતું જોવા મળે એવો નજારો તો ભાગ્યે જ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં મનેન્દ્રગઢમાં લોકોને આશ્ચર્યચકિત કરતો નજારો જોવા મળી રહ્યો છે. અહીં છેલ્લા 5 દિવસથી વાંદરાઓનું ટોળું ધાબા પર કૂતરાના બચ્ચા સાથે ફરી રહ્યું છે અને વાંદરો કૂતરાના બાળકને પોતાની સાથે ખવડાવી રહ્યો છે.

વાંદરા અને કૂતરા વચ્ચેની મિત્રતા સાબિત કરતા આ સમાચાર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મનેન્દ્રગઢની રેલ્વે કોલોનીના લોકોએ જ્યારે તેમના ટેરેસ પર વાંદરાની સાથે એક કૂતરો જોયો ત્યારે તેઓ ખૂબ જ ચોંકી ગયા હતા. શરૂઆતમાં તેઓને તે સામાન્ય ઘટના લાગી. પરંતુ જ્યારે તે લોકોએ કૂતરાને વાંદરાઓના સમૂહમાંથી અલગ કરવા આવ્યો ત્યારે તે કૂતરાને વાંદરો છોડવા તૈયાર ન હતો.

આ પછી લોકોએ વાંદરાને ભગાડવા માટે ખાદ્યપદાર્થો છત પર ફેંકી દીધા. પરંતુ વાંદરો ખાદ્યપદાર્થો લઈ ગયો. તેમ છતાં કૂતરો તેનાથી અલગ ન થયો. આ ઘટના લોકોમાં આશ્ચર્ય પમાડે તેવી છે. આ ઘટનાને જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે દેશમાં એક તરફ વાંદરાઓ અને કૂતરા એકબીજાના જીવના તરસ્યા જોવા મળી રહ્યા છે. ત્યારે આ નજારો તો કંઇક અલગ જ કહી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના બીડમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચે ચાલી રહેલી લડાઈની દેશભરમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે જે અફવા હતી એવું સામે આવ્યું છે. #MonkeyVsDoge હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યાં વાંદરાઓએ 80 ગલુડિયાઓને મારીને લોકોને ચોંકાવી દીધા હતા જો કે, એ સમાચાર પાછળથી ખોટા પણ સાબિત થયા હતા.. આવી સ્થિતિમાં લોકો આ સમાચાર સાંભળીને આરામ અનુભવી રહ્યા છે.

Shah Jina