ડોક્ટર્સ ડેના દિવસે જ સામે આવી હૃદય કંપાવી દેનારી ઘટના, ડોક્ટર દંપતીએ એક સાથે જ કરી લીધો આપઘાત

હજુ તો થોડાક સમય પહેલા જ થયેલા હતા લગ્ન અને બેડરૂમમાંથી લટકતી લાશ મળી…અરેરાટી વ્યાપી ગઈ- જાણો વિગત

આજે દેશભરમાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે,  સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો સેવાભાવી તમામ ડોક્ટરોને આજના દિવસની શુભકામનાઓ પણ આપી રહ્યા છે, વળી આ કોરોના મહામારીના સમયમાં ડોક્ટર જ સાચા ભગવાન બનીને સામે આવ્યા હોવાના કારણે લોકોના દિલમાં પણ ડોક્ટર માટે ખુબ જ પ્રેમ ઉભરાઈ રહ્યો છે, ત્યારે આજના દિવસે અલગ અલગ રીતે શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે આ સમયે એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે.

મહારાષ્ટ્રના પુણેમાં એક ડોક્ટર દંપતીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધો હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પુણેના વાનવાડીમાં એક ડોક્ટર દંપતીએ આપઘાત કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક બીજા સાથે બોલચાલ બાદ બંનેએ આ ખતરનાક કદમ ઉઠાવ્યું છે.

આ બબિત મળી રહેલી વધુ જાણકારી પ્રમાણે 27 વર્ષીય ડોક્ટર નિખિલ શેંડકર અને 26 વર્ષીય ડોક્ટર અંકિતા નિખિલ શેંડકર વાનવાડીના આઝાદ નગરમાં રહેતા હતા. બંને અલગ અલગ જગ્યે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. બંનેના હાલમાં જ લગ્ન થયા હતા. આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

રિપોર્ટ પ્રમાણે બુધવારની સાંજે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. જેના બાદ નિખિલ જયારે ઘરે પહોંચ્યો તો તેની પત્ની અંકિતાએ આપઘાત કરી લીધો હતો. અંકિતા તેના બેડરૂમમાં પંખા સાથે લટકતી મળી હતી.

અંકિતાને હોસ્પિટલ લઇ જવા ઉપર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. પોલીસે શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અંકિતાનું મોત દમ ઘૂંટાઈ જવાના કારણે થયું છે. અંકિતાની બોડીને તેના ભાઈને સોંપી દેવામાં આવી છે.

આ તરફ નિખિલ પણ પોતાની પત્નીના મોતથી સદમાંમાં હતો. જેના બાદ ગુરુવારે તેને પણ ફાંસીના ફંદા ઉપર લટકીને પોતાનો જીવ આપી દીધો. સૂચના મળવા ઉપર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું.

ડોક્ટર દંપતીના મોત વિશેના કારણો હાલ કોઈ ખબર નથી આવી રહી. પોલીસ દ્વારા આકસ્મિક મોતનો મામલો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel