સાડી પહેરીને જિમમાં ઊંચકે છે ડમ્બલ, ફિટ રહેવા માટે આ લેડી બાહુબલીએ આપી શાનદાર ટિપ્સ

આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ કોઈથી કમ નથી. જેના ઘણા પુરાવા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોને જોઈને મળી જાય છે. થોડા સમય પહેલા જ સાડી પહેરી અને સિલેન્ડર ઉંચકતી એક મહિલાનો વીડિયો ધૂમ મચાવી ગયો હતો, જેના બાદ હવે બીજી એક મહિલાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ મહિલા જિમની કરતબ બતાવી રહી અને અને તેની તસવીરો અને વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થનારી આ મહિલાનું નામ છે ડો.શર્વરી ઇનામદાર તે પોતાના પરિવાર સાથે પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારના ગંગા ધામ ફેસ-2માં રહે છે. ડો. શર્વરીએ થોડા દિવસ પહેલા જ પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા, અને જોત જોતામાં આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ ગયા હતા.

37 વર્ષની ડો. શર્વરી ઇનામદાર આયુર્વેદમાં એમડી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમને પોતાનો ફિટનેસ મંત્ર જણાવ્યું હતો. ડો. શર્વરીએ જણાવ્યું કે હવે મહિલાઓ ફિટનેસ માટે સજાગ તો છે. પરંતુ તેમને એ નથી ખબર કે ક્યાં પ્રકારની કસરત કરવાથી શરીરને ફિટ અને પાવરફુલ રાખી શકાય છે.

ડો. શર્વરીના જણાવ્યા પ્રમાણે મોટાભાગની મહિલાઓ મોર્નિંગ વૉક, યોગા કરવાની સાથે સાથે ડાયટ પણ ફોલો કરે છે. પરંતુ વેટ ટ્રેનિંગ વગર પોતાને ફિટ નથી કરી શકાતું. આજ વાત લોકોને સમજાવવા માટે તેને સાડી પહેરી અને જિમમાં વેટ ટ્રેનિંગ અને પુશઅપ્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો.

ડૉ. શર્વરીનું કહેવું છે કે મહિલાઓમાં વધતી ઉંમર સાથે સાથે તેમના હાડકા પણ કમજોર થવા લાગે છે જેના કારણે ઓસ્ટિયોપોરોસિસનો ખતરો રહે છે. એટલું જ નહીં મહિલાઓના મેનોપોઝ બાદ હાડકામાં દુખાવો અને કમજોરીની ફરિયાદ પણ રહે છે. એવામાં મહિલાઓ માટે વેટ ટ્રેનિંગ ખુબ જ ઉપયોગી રહે છે.


ડો. શર્વરીના જણાવ્યા પ્રમાણે 4 વર્ષ પહેલા તે પોતાની જાતને ફિટ રાખવા માટે વોકિંગ, રનિંગ, યોગ પણ કરતી હતી. પરંતુ તે છતાં પણ તેને કઈ અનુભવ થતો નથો. ડો. શર્વરીના પતિ પણ એક આયુર્વેદિક ડોક્ટર છે.તેના ડોક્ટર પતિએ જ તેને વેટ ટ્રેનિંગ અને જિમમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરી. તે ધીમે ધીમે વેટ ટ્રેનિંગ કરવા લાગી અને પોતાની જાતને પહેલા કરતા પણ વધારે ફિટ અનુભવ કરવા લાગી.


ડો. શર્વરીનું કહેવું છે કે તે પહેલા પુલઅપ્સ અને પુશઅપ્સ નહોતી કરી શકતી. પરંતુ હવે તે કોઈપણ જાતની મુશ્કેલી વગર ભારે વજન પણ ઉઠાવી લે છે. તે ચાર વખત એશિયા વિમેન વેટ ટ્રેનિંગનો એવોર્ડ પણ જીતી ચુકી છે.ડો. શર્વરીના પરિવારમાં તેના પતિ અને બે દીકરા છે. મોટા દીકરાની ઉંમર 17 વર્ષ છે અને નાના દીકરાની 14 વર્ષ.


ડો. શર્વરીએ જણાવ્યું કે વેટ લિફ્ટિંગ માટે અને બીજી કસરત કરવા માટે તે પોતાના મેડિકલ પ્રોફેશનમાંથી બે કલાકનો સમય કાઢે છે. આ ઉપરાંત તે પોતાની ડાયટનું પણ ખુબ જ ધ્યાન રાખે છે.તેને જણાવ્યું કે તે બહારનું ખાવાનું અને તળેલી વસ્તુઓ ખાવાથી પરહેજ કરે છે. પુણેમાં આયુર્વેદિક ચિકિત્સાની સાથે સાથે ફિટનેશમાં પણ ઓળખ બનાવીને ડો. શર્વરીએ સાચે જ વુમન પાવરની એક મિસાલ કાયમ કરી છે.

Niraj Patel