નવા વર્ષે ભુલથી પણ ના કરો આ 8 કામ, નહીં તો આખુ વર્ષ પછતાવાનો આવશે વારો

નવું વર્ષ 2022 શરૂ થઈ ગયું છે લોકો તેને ઉત્સાહથી આવકારી રહ્યા છે. નવા સંકલ્પો સાથે નવા વર્ષની શરૂઆત લોકો કરી રહ્યા છે. સતત બે વર્ષથી કોરોના મહામારીનો લોકો સામનો કરી રહ્યા છે એવામાં આ નવા વર્ષે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જો તમે પણ નવા વર્ષ દરમિયાન ખુશખુશાલ લાઈફ એન્જોય કરવા માગતા હોય તો તમારે કેટલીક ભુલો કરવાથી બચવુ જોઈએ નહીં તો આ નવુ વર્ષ તમારા માટે મુશ્કેલીઓ લઈને આવશે.

જો તમારે નવા વર્ષમાં ધન સંપત્તિ મેળવવી હોય તો ઘરની કાંધી(shelves) ખાલી ન રાખો. આ ઉપરાંત પર્સમાં રોકડા રૂપિયા અવશ્ય રાખો, તેનાથી આખુ વર્ષ તમને પૈસાની તંગી રહેશે નહિ.

નવા વર્ષની શરુઆતમાં તમે ખુશ રહેવાની કોશીશ કરો અને નાની નાની વાતમાં ફરિયાદ કરવાનું ટાળો. જો તમે શરૂઆતથી જ રડવાનું શરૂ કરી દેશો તો આખુ વર્ષ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો તમારી શરૂઆત પોઝિટિવ રહેશે તો તમે નકારાત્મકતાથી દૂર રહી શકશો.

નવા વર્ષે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુ તુટે નહીં. તેનાથી દુર્ભાગ્ય આવે છે. આ ઉપરાંત સકારાત્મક વિચાર રાખો અને કાળા કલરના વસ્ત્રો ન પહેરો. કાળા કલરને અશુભ માવવામાં આવે છે.

નવા વર્ષમાં બની શકે તો કોઈ પણ પ્રકારનું ઉધાર ન લો. આ ઉપરાંત નવા વર્ષની શરૂઆતમાં પૈસાની લેવડ દેવડ ન કરો. આજે કોઈને પૈસા ઉધાર આપશો નહીં અને લેશો પણ નહીં.

નવા વર્ષ દરમિયાન કાતર કે કોઈ અન્ય ધારવાળી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેનાથી સમૃદ્ધી ઓછી થાય છે.

આ દિવસે ધ્યાનમાં રાખો કે ઘરનો કોઈ સામાન બહાર ન ફેકો. નવા વર્ષની સાફ સફાઈના ચક્કરમાં ઘણા લોકો વર્ષના પ્રથમ દિવસે ઘણી વસ્તુઓ બહાર ફેકી દેતા હોય છે તો તેનાથી બચો.

એવી પણ માન્યતા છે કે નવા વર્ષની શરૂઆતમાં ચિકન ખાવાથી ગરીબી આવે છે. તેથી તમારે તેને એવોઈડ કરવુ જોઈએ.

નવા વર્ષની રાત્રે જે વ્યક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે તેનો પ્રભાવ આખુ વર્ષ તમારા પર રહેશે, તેથી નવા વર્ષે લોકોને ઘરે આમંત્રણ આપતા પહેલા વિચારી લેજો. નકારાત્મક વિચારતા લોકોની સંગતથી દૂર રહો.

 

YC