કરોડપતિ ખાનદાનની વહુએ સ્ટ્રેપલેસ ડ્રેસ પહેરી આપ્યા કાતિલાના પોઝ, હોટ અવતાર જોઈને હોંશ ઉડી જશે

બોલિવૂડના સૌથી મોટા એવોર્ડ્સ IIFAમાં ફિલ્મ સ્ટાર્સ દુબઈમાં પોતાની ચમક ફેલાવતા જોવા મળ્યા હતા. જેમાં હસીનાઓનો રોલ સૌથી વધુ હોય છે. અનન્યા પાંડેથી લઈને કૃતિ સેનન, જેકલીન ફર્નાંડિસ અને ઐશ્વર્યા રાયનો સ્ટાઈલિશ લુક જોવા મળ્યો હતો. ત્યાં અભિનેત્રી અને ટી સીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર પણ તેના ખૂબસૂરત લુકથી લાઈમલાઈટ લૂંટતી જોવા મળી હતી.

આઈફાના ગ્રીન કાર્પેટ પર દિવ્યાના સુંદર દેખાવે દરરોજ હેડલાઈન્સ બનાવી હતી. IIFA એવોર્ડના પહેલા જ દિવસે દિવ્યા ખોસલા કુમાર અદભૂત લુકમાં જોવા મળી હતી.દિવ્યાએ પ્રેસ કોન્ફરન્સ માટે બ્લૂ ગાઉન પસંદ કર્યું. જેની સ્ટ્રેપલેસ સ્વીટહાર્ટ નેકલાઇન તેને ખૂબસૂરત લુક આપી રહી હતી. તેની હેમલાઈન પર એક ફ્રિલ એડ હતી. શિમર ફેબ્રિકમાંથી બનાવેલ, આ આઉટફિટનું બોડી ફિટિંગ દિવ્યાના સ્લિમ ફિગરને ચમકાવવા માટે પૂરતું હતું.

દિવ્યાએ આ આઉટફિટ સાથે બ્લેક ગ્લેડીયેટર્સ પહેર્યા હતા. મેક-અપની વાત કરીએ તો પિંક બ્લશ સાથે ગુલાબી લિપસ્ટિક અને ટૂંકા વાળમાં મિડ પાર્ટીશન લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.બીજા દિવસે પણ દિવ્યા ખોસલા કુમારનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. જ્યારે તે ગ્રીન કાર્પેટ પર લાઇમલાઇટ ભેગી કરતી જોવા મળી હતી. દિવ્યાએ વ્હાઇટ ફેધર ગાઉન કેરી કર્યું હતું. સ્ટ્રેપલેસ ડિઝાઇનના આ ગાઉન પર લેસ વર્ક હતું.

આ કોર્સેટ ડિઝાઇન મિની ડ્રેસ સાથે લોન્ગ ટ્રેન એડ હતી જે ફેધરથી બનેલી હતી. આ આઉટફિટ દિવ્યાએ રાઉન્ડ સ્ટડ્સ અને નેકપીસ સાથે પૂર્ણ કર્યો હતો. દિવ્યા ખોસલા IIFA એવોર્ડ્સના દરેક લુકમાં અદભૂત દેખાતી હતી. ગ્રીન કાર્પેટ પર આવતા જ બધાની નજર તેના પર જ હતી. તે લાલ રંગના વન શોલ્ડર ગાઉનમાં પણ તબાહી મચાવતી જોવા મળી હતી. જેની સાથે તેણે મેચિંગ પંપ પહેર્યા હતા.

Shah Jina