“તારક મહેતા” છોડ્યા બાદ આટલા બદલાઇ ગયા છે દયાભાભી ઉર્ફે દિશા વાકાણી ! તસવીરમાં તો ઓળખી જ નહિ શકો

તારક મહેતાની દયાબેન હવે આટલી બદલાઇ ગઇ છે, લેટેસ્ટ તસવીરમાં ઓળખવી મુશ્કેલ !

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી લોકોનુ મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવેલી છે. અને તેમાં પણ દયાભાભીનું પાત્ર તો ખૂબ જ લોકપ્રિય છે અને આ જ કારણ છે કે લોકો આજે પણ દિશા વાકાણીને શોમાં મિસ કરે છે, જે શોમાં દયાબેનના પાત્રમાં જોવા મળે છે. એ જાણીને પણ કે દિશા ક્યારેય શોમાં પાછી નહીં ફરે. ચાહકો જાણવા માંગે છે કે તેમના ફેવરેટ દયાભાભી આ દિવસોમાં શું કરી રહ્યા છે.

દિશા વાકાણી આ દિવસોમાં પોતાની લાડલી દીકરીની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. જ્યારથી તે માતા બની છે ત્યારથી તેણે સેટ પર આવવાનું બંધ કરી દીધું છે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ દિશાની વાત એ છે કે તેણે ક્યારેય શોમાં પરત આવવા અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ફેન પેજ પર દિશાની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જ્યારે તમે તેમને જોશો ત્યારે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. તમે વિશ્વાસ નહીં કરી શકો કે ગરબા ક્વીનની કેવી હાલત થઈ ગઇ છે. નો મેકઅપ લુકમાં દિશા વાકાણીને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે.

તસવીરમાં તમે જોઈ શકો છો કે ‘ગરબા ક્વીન’ દયાબેન એટલે કે દિશા વાકાણી નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. તે પોતાની દીકરીને ખોળામાં લઈને જોવા મળે છે. આ તસવીર તેના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે જેમાં તે એકદમ અલગ દેખાઈ રહી છે. જોકે તેના ચહેરા પર ખુશી છે. લોકો આ તસવીર પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ક્યારે પરત ફરી રહી છે.

બોલિવૂડ લાઈફના એક અહેવાલ મુજબ, દયાબેનને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ પાસેથી લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળતા હતા. રિપોર્ટ અનુસાર, 2017માં તે દર મહિને 20 લાખ રૂપિયા કમાતી હતી. દિશા વાકાણીની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય તેની પાસે BMW કાર પણ છે. ટીવી પ્રેક્ષકોમાં વધતી જતી લોકપ્રિયતા સાથે દિશા વાકાણી વિવિધ બ્રાન્ડ્સનો પણ ભાગ બની.

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ ડ્રામેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે 2015માં મયુર પડિયા સાથે લગ્ન કર્યા અને નવેમ્બર 2017માં તેની પુત્રી સ્તુતિને જન્મ આપ્યો, ત્યારબાદ તેણે શો છોડી દીધો. ત્યારથી દર્શકો તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણીએ ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

Shah Jina