“તારક મહેતા કા ઉલટા ચશ્માં” આજે ગુજરાતમાં જ નહિ પરંતુ ભારતના મોટાભાગના ઘરોમાં જોવામાં આવે છે, ટીવી પર ચાલતી આ ધારાવાહિક દિવસેને દિવસે દર્શકોનું દિલ જીતી રહી છે, તો આ ધારાવાહિકના જેઠાલાલ અને દયાભાભી મુખ્ય પાત્રમાં છે.
View this post on Instagram
દયાભાભી તરીકેનો કિરદાર નિભાવનાર દિશા વાંકાણીના અભિનયનો સૌ કોઈ વખાણે છે અને એમનો ચાહકવર્ગ પણ ઘણો જ મોટો થઇ ગયો છે. દિશા વાંકાણીનો અભિનય અને તેમની બોલવાની છટા દર્શકોનું મન મોહી લે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દિશા વાંકાણી તારક મહેતામાં દયાભાભીનો કિરદાર નથી નિભાવી રહ્યા તેને લઈને પણ ઘણી જ ચર્ચાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ ચાલી રહી છે.
View this post on Instagram
પરંતુ આપણે એ ચર્ચાઓની નહિ પરંતુ દિશા વાંકાણીની ક્યૂટ ક્યૂટ ઢીંગલીની કરવાની છે, દિશા વાંકાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તેમની ક્યૂટ દીકરીના ફોટા પોસ્ટ કર્યા છે, જેને જોઈને દિશાના ફેન્સ ખુબ જ ખુશ થઇ ગયા હતા.
View this post on Instagram
આ ફોટામાં દિશા વાંકાણી પોતાની દીકરીને ખભે સુવડાવી રહી છે, દિશાની જેમ જ તેમની ઢીંગલી પણ ક્યૂટ લાગી રહી છે. આ તસ્વીર ચાહકોને ખુબ જ ગમી છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.