“તારક મહેતા”ને મળી ગયા નવા દયાભાભી ! ટીવીની આ મશહૂર અભિનેત્રી જોવા મળી દયાભાભીના રોલમાં…

ખુશખબરી: આખરે મળી જ ગયા નવા ‘દયાભાભી’!, જેઠાલાલના પાત્રમાં આ અભિનેતા જોવા મળ્યો- જુઓ વીડિયો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે દયાભાભીનું. જે છેલ્લા ઘણા સમયથી શોમાં ગાયબ છે. ચાહકો વચ્ચે સૌથી લોકપ્રિય પાત્ર છે દયાભાભીનું.

શોની સ્ટારકાસ્ટ આમ તો ઘણી લાંબી છે, પરંતુ જેઠાલાલ અને દયાભાભીના પાત્રને દર્શકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે. લાંબા સમયથી દયાભાભીનું પાત્ર નિભાવતી દિશા વાકાણી હાલ શોનો ભાગ નથી. તેના શો છોડ્યા બાદ થોડી ઘણી શોની ફેન ફોલોઇંગ પર અસર પડી છે. કેટલાક લોકો એવા છે, જે આજે પણ દયાભાભીની રાહ જોઇ રહ્યા છે.

આ બધા વચ્ચે હવે અમે એવું કહીએ કે, નવા દયાભાભી મળી ગયા છે તો ? તમને જાણીને હેરાની જરૂર થશે. ટીવી અભિનેત્રી એશ્વર્યા શર્મા જે સ્ટાર પ્લસ ધારાવાહિક “ગુમ હે કિસી કે પ્યાર મેં”માં પાખીનો રોલ પ્લે કરી રહી છે. હવે તે દયાભાભીનો રોલ નિભાવવા માટે તૈયાર જોવા મળી રહી છે. તેણે દયાભાભી અને જેઠાલાલના ઓડિયો પર લિંક અપ કર્યુ છે. આ વીડિયોમાં એશ્વર્યા સાથે સાથે નીલ ભટ્ટ એટલે કે ધારાવાહિકમાં વિરાટનો રોલ પ્લે કરી રહેલ અભિનેતા પણ જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, આ એક ઇન્સ્ટાગ્રામ રીલ છે, બીજુ કંઇ નહિ. એશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે શોનો સીન રિક્રિએટ કર્યો છે. ચાહકો રીયલ લાઇફ કપલને ઘણા પસંદ કરી રહ્યા છે. કેટલાક ચાહકો તો કહી રહ્યા છે કે, એશ્વર્યાને દયાભાભીનો રોલ પ્લે કરવો જોઇએ. બંનેનો વીડિયો ઘણો ફની છે.

ઉલ્લેખનીય છે કે, ઘણીવાર દયાભાભીના રોલને લઇને કેટલીક અભિનેત્રીનું નામ સામે આવી ચૂક્યુ છે. પરંતુ હજી સુધી શોને નવા દયાભાભી મળ્યા નથી. કેટલાક દિવસો પહેલા જ વાયરલ થયેલ વીડિયોમાં દયાભાભીના લુકમાં અભિનેત્રી અને યુટયૂબર ગરિમા ગોયલ નજર આવી હતી. તે પૂરી રીતે દયાબેનના લુકમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sharma (@aisharma812)

Shah Jina