પતિ અને બાળકો સાથે નજર આવી દિશા વાકાણી, કર્યો અશ્વમેઘ યજ્ઞ- 7 વર્ષથી ઇન્ડસ્ટ્રીથી દૂર છે ‘દયાબેન’

‘તારક મહેતા…’ની દયાભાભીએ પતિ અને બાળકો સાથે કર્યો અશ્વમેઘ યજ્ઞ, દિશા વાકાણીએ કહ્યુ- તારક મહેતાના સેટ પર પણ કરતી હતી પૂજા

વર્ષોથી તારક મહેતા શોમાંથી ગાયબ છે દયાબેન, બાળકો અને પતિ સાથે યજ્ઞ કરતી આવી નજર- જુઓ વીડિયો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર નિભાવી ઘરે-ઘરે ફેમસ થનાર દિશા વાકાણી લાંબા સમયથી પડદાથી દૂર છે, તે તેની પર્સનલ લાઇફમાં વ્યસ્ત છે. ટીવીની દુનિયાથી ગાયબ દિશા વાકાણી આ દિવસોમાં ક્યાં છે અને શું કરી રહે છે ? આ સવાલનો જવાબ જાણવા માટે તેના ચાહકો બેચેન રહે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર દિશા વાકાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે યજ્ઞ કરતી જોવા મળી રહી છે.

હાલમાં જ મુંબઇમાં અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ. દિશા વાકાણી પણ આ પળની સાક્ષી બની અને તેણે આ માટે આભાર પણ વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર સામે આવેલ વીડિયોમાં દિશા વાકાણી મંત્રનો જાપ કરી રહી છે, આરતી કરી રહે છે અને હવન કરી રહી છે. દિશાએ આ મહાયજ્ઞની પૂજાનું મહત્વ પણ બધાને જણાવ્યુ.

દિશાએ કહ્યુ તેને આ મહાયજ્ઞનો મોકો મળ્યો અને આના માટે તે પોતાને ખુશનસીબ માને છે. દિશાએ કહ્યુ- ભગવાન રામે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો અને હવે તેને પણ આ કરવાનો મોકો મળ્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પણ અમે ખૂબ ગાયત્રી મંત્રની પૂજા કરી. આવા યજ્ઞ હોવા જોઇએ, પર્યાવરણમાં સુધાર આવે છે. સારા વિચાર આવે છે અને બાળકો પણ ઘણુ બધુ શીખે છે.

જણાવી દઇએ કે, વર્ષ 2008થી એટલે કે તારક મહેતાની શરૂઆતથી દિશા વાકાણી દયાબેનના રોલમાં જોવા મળી, જો કે તેણે વર્ષ 2017માં મેટરનીટી લીવ લીધી હતી અને તે બાદથી અત્યાર સુધી તે શોમાં પરત ફરી નથી. તેના શોમાં આવવાની ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે અને ઘણીવાર અટકળો પણ લગાવવામાં આવી છે કે તે શોમાં પરત ફરી રહી છે. જો કે આવું કંઇ થયુ નથી.

Shah Jina