વાહ મુકેશ અંબાણી વાહ.. દિલ જીતી લીધા.. અબજોપતિ હોવા છતાં આશીર્વાદમાં મળતા રૂપિયા સ્વીકાર્યા, પોતાના હાથે ભોજન પીરસ્યું, માતાજીના નામથી કરી શરૂઆત

સુપરહિટ ફિલ્મ ઓમ શાંતિ ઓમ ફિલ્મની હિરોઈન દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફેન્સને આપ્યા છે છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં થશે.

જાન્યુઆરીમાં વોગ સિંગાપોરને આપેલા હૃદયસ્પર્શી નિવેદનમાં, દીપિકાએ પિતૃત્વની અપેક્ષા વ્યક્ત કરતાં કહ્યું, “રણવીર અને હું બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારું પોતાનું કુટુંબ શરૂ કરીશું.”

પેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી જામનગરમાં અંબાણીની ઘરે પ્રિ વેડિંગ ફંક્શન ચાલુ છે. હાલમાં દેશ વિદેશની અનેક હસ્તીઓ જોવા મળી છે. દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે દિગ્ગજ હસ્તીઓ આવી છે.

તમને જણાવી દઈએ કે થોડા ટાઈમ પહેલા શાહરુખ ખાન પોતાના ફેમિલી સાથે જામનગરમાં આવી ચુક્યો છે. આ ઉપરાંત રણબીર કપૂર અને હોલીવુડ સિંગર રિહાના સહિતના કલાકારો આવી પહોંચ્યા છે.

પછી હવે આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી, બોની કપૂર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જામનગર આવી પહોંચ્યા છે.

બીજા સેલિબ્રિટીની વાત કરીએ તો બોલીવુડના કિંગખાન શાહરુખ પોતાની ફેમિલી, પુત્ર આર્યન ખાન, દીકરી સુહાના અને ગૌરી ખાન સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.

આજકાલ તો સૌરાષ્ટ્રના જામનગરમાં હાલ બોલિવૂડ સેલિબ્રિટિનો મેળો લાગ્યો છે. અહીં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંકશનને યાદગાર કરવા સેલેબ્સ જામનગર પહોંચી રહ્યાં છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યારે એવા અહેવાલ છે કે કપલના લગ્ન 12 જુલાઇના રોજ મુંબઇમાં થવાના છે પરંતુ આ પહેલા કપલના પ્રી વેડિંગ ફંક્શન આવતીકાલથી એટલે કે 1 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં યોજાવાના છે.

જો કે, પ્રી વેડિંગ સેરેમની પહેલા અનંત અને રાધિકા સહિત અંબાણી પરિવારે ગત રાત્રે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51 હજાર લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જે આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું છે. આ દરમિયાનના ઘણા વીડિયો અને તસવીરો સામે આવી છે જે જોયા બાદ લોકો અંબાણી પરિવારની સાદગીના વખાણ કરી રહ્યા છે. ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. પ્રખ્યાત ગુજરાતી સિંગર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી. અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે.

અંબાણી પરિવાર શુભ પારિવારિક પ્રસંગોએ ભોજન પીરસતો રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે દેશ સંકટમાં હતો ત્યારે નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વનો સૌથી મોટો અન્ન વિતરણ કાર્યક્રમ ચલાવ્યો હતો. પારિવારિક પરંપરાને આગળ વધારતા અનંત અને રાધિકાએ અન્ન સેવા સાથે પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત કરી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ દરમિયાન રાધિકા મર્ચન્ટ રેડ અને ઓરેન્જ સૂટમાં ખૂબ જ અદભૂત દેખાતી હતી.તો બીજી તરફ તેના ભાવિ પતિ અનંત અંબાણી રેડ શેરવાનીમાં જોવા મળ્યો હતો.જણાવી દઇએ કે, અંબાણી પરિવાર તેમના બાળકો માટે ભવ્ય લગ્નનું આયોજન કરવા માટે જાણીતો છે. વર્ષ 2018માં પુત્રી ઈશા અંબાણીના લગ્ન જ્યારે વર્ષ 2019માં પુત્ર આકાશ અંબાણીના લગ્ન માટે પણ આ જ અનુષ્ઠાન કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina