અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે જામનગરમાં દિવાળી જેવો માહોલ,જાહ્નવી કપૂર, અભિષેક બચ્ચન, શાહરૂખ,શિલ્પા..

જામનગરમાં અંબાણી પરિવાર તરફથી અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન પહેલા આજે જોગવડમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા જામનગર…હોલિવુડ સિંગર રિહાના પણ આવી પહોચી

અંબાણી પરિવારમાં ઉત્સવનો માહોલ છે અને આનું કારણ છે અનંત અંબાણીના મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન. જો કે આ કપલના લગ્ન તો જુલાઈમાં થવાના છે પરંતુ આ દિવસોમાં કપલના પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાવાના છે, જેને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ખૂબ જ સુહાની રહેવાની છે, મહેમાનોની ખાસ નવાજી માટે ઘણી રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.અંબાણી પરિવાર કોઇ પણ ફંક્શનને સ્પેશિયલ બનાવવા માટે કોઈ કસર છોડતો નથી. અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશની ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થવાની છે અને ઘણા જામનગર પહોંચી પણ ગયા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહિ પણ હોલિવુડ સ્ટાર્સ સહિત ઘણી દેશ વિદેશની જાણિતી હસ્તિ હાજરી આપશે.આ ભવ્ય ફંક્શનમાં શાહરૂખ ખાન, જાહ્નવી કપૂર, બી પ્રાક, હોલિવુડ સેલિબ્રિટી રિહાના સહિત ઘણા સ્ટાર્સ સામેલ થશે.

આખો બચ્ચન પરિવાર અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપશે. અભિષેક બચ્ચન જામનગર પહોંચી ગયા છે અને અમિતાભ બચ્ચનની પણ કેટલીક તસવીર અને વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ જામનગર માટે રવાના થતા જોઇ શકાય છે. આ સિવાય અન્ય સ્ટાર્સ પણ જામનગર પહોંચી ચૂક્યા છે.

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે જામનગર પહોંચી છે, તે એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. મનીષ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરે પણ ગુજરાતમાં એન્ટ્રી લઇ લીધી છે. એરપોર્ટ પરથી બંનેનો વીડિયો પણ સામે આવ્યો હતો. શાહરુખ ખાન પણ પ્રી-વેડિંગ ફંક્શનમાં ખાસ પરફોર્મન્સ આપવાનો છે અને તેને રિહર્સલ કરતી વખતે સ્પોટ પણ કરવામાં આવ્યો હતો.

બોલિવૂડના સુપર સ્ટાર કિંગ ખાન મોડી રાતે જામનગર આવી પહોંચ્યો હતો.કિંગ ખાન તેની ફિલ્મ ‘જવાન’, ‘પઠાણ’ અને અન્ય ફિલ્મોના ગીતો પર પરફોર્મ કરતો જોવા મળશે. શિલ્પા શેટ્ટી પણ એરપોર્ટ પર જોવા મળી હતી તે પણ જામનગરમાં યોજાનારા અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપવાની છે.એક પછી એક સેલેબ્સ જામનગર પહોંચી રહ્યા છે.

હોલિવૂડ સિંગર રિહાના પણ તેની ટીમ સાથે જામનગર પહોંચી છે. રિહાના પહેલા બોલિવૂડ સિંગર બી પ્રાક પણ મંગળવારે જામનગર પહોંચ્યો હતો. આ સિવાય બોલિવૂડ સિંગર્સ અરિજીત સિંહ, દિલજીત દોસાંઝ પણ ફંક્શનમાં સામેલ થશે. આ તમામ સિંગરના મધુર અવાજનો જાદુ જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે.

જાહ્નવી કપૂર 27 ફેબ્રુઆરીએ જામનગર પહોંચી હતી, આ દરમિયાનનો એક્ટ્રેસ કેઝ્યુઅલ લુકમાં સ્પોટ થઇ હતી. તેને જોતાની સાથે જ લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરેને પણ જામનગર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. મહેમાનોના આગમનને પગલે જામનગર એરપોર્ટને શાનદાર રીતે શણગારવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરી એટલે કે આજે લોકગાયક કીર્તિદાન ગઢવીનો જામનગરના જોગવડમાં લોકડાયકો યોજાવાનો છે.

જણાવી દઈએ કે, અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાશે, જેની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે અને બસ હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થશે. લગ્ન પહેલા બંનેના પ્રી-વેડિંગ ફંક્શનની ભવ્ય ઉજવણી ગુજરાતના જામનગરમાં થવા જઈ રહી છે.

દેશ-વિદેશના મહેમાનો માટે ભવ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રિ-વેડિંગ ફંક્શન માટે એર ઈન્ડિયાના 30 વિમાન ભાડે લેવામાં આવ્યા છે જ્યારે વીઆઈપી ગેસ્ટને એરપોર્ટથી વેન્યુ સુધી પહોચાડવા માટે 1000 જેટલી મર્સિડિઝ અને બીએમડબલ્યુ કાર ઉપરાંત રિફાઈનરી સહિત કેમ્પસમાં મહેમાનોની હેરફેર માટે 150 ઈલેક્ટ્રિક ગોલ્ફકાર તૈનાત કરવામા આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, કેટરિના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર સહિત ચંકી પાંડે, બોની કપૂર અને અનિલ કપૂર તેમજ માધુરી દીક્ષિત તેના પતિ ડો શ્રીરામ નેને સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું ફૂડ મેનુ પણ ખૂબ જ ખાસ છે. 3 દિવસ સુધી ચાલનારા ફંક્શનના ફૂડ મેનુમાં મહેમાનોને 2500 વાનગીઓ પીરસવામાં આવશે અને એકપણ આઇટમ રીપિટ નહિ હોય. લગ્નમાં આવનાર મહેમાનો માટે વેગન ફૂડની પણ ખાસ વ્યવસ્થા છે. મેનુની ખાસ વાત એ છે કે મહેમાનો માટે મિડ નાઇટ મિલ એટલે કે અડધી રાતનો નાસ્તો પણ ઉપલબ્ધ રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina