દિશા પટનીએ ફરી પાર કરી બોલ્ડનેસની બધી હદો, બિકિનીમાં ફિગર જોઈ ટાઇગરથી ન રહેવાયું..જુઓ શું કરી બેઠો

બોલિવુડ અભિનેત્રી દિશા પટની તેની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર અવાર નવાર છવાયેલી રહેતી હોય છે. તે તેના અભિનયથી કરોડો દર્શકોના દિલ જીતી લે છે અને ગ્લેમરસ સ્ટાઇલથી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. આપણે બધા જાણતા જ હોઇશું કે દિશાને બીચ અને બિકી કેટલી પસંદ છે. દિશાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર બિકી તસવીરો શેર કરી આગ લગાવી દીધી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પિંક કલરની બિકીમાં જોવા મળી રહી છે અને ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

દિશા આ લુકમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં દિશા બિકી પહેરીને બીચ પર પોતાની સુંદરતા ફેલાવી રહી છે. તેની દિલકશ અદાઓ લોકોના હોશ ઉડાડવા માટે પૂરતી છે. તમને જણાવી દઈએ કે દિશા માલદીવમાં વેકેશન મનાવવા માટે ગઇ હતી. જ્યાંથી તેણે પોતાની તસવીરો શેર કરીને ફેન્સને સતત અપડેટ રાખ્યા હતા. તસવીરમાં દિશા બીચ પર ઉભી છે અને તેની બેકને ફ્લોન્ટ કરી રહી છે.

લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે. દિશાએ ફરી પોતાની હોટનેસને લઈને બધાને દિવાના બનાવી દીધા છે. આ તસવીર જોયા બાદ ફેન્સની સાથે તમામ યુઝર્સ કોમેન્ટ કરીને રિએક્શન આપી રહ્યા છે. આ ઉપરાંત તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફે પણ કમેન્ટ કરી છે. તેણે આ તસવીર પર ફાયર ઇમોજી પોસ્ટ કર્યા છે.

આટલું જ નહીં, દિશા પટનીનો આ ખૂબ જ કિલર ફોટો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ દિશા પટનીએ પિંક બિકીમાં ઘણી તસવીરો શેર કરી હતી. દિશા ટાઈગર શ્રોફ સાથે નવા વર્ષની રજાઓ માટે માલદીવ ગઈ હતી. અહીં તેણે દરિયાના પાણીમાં આરામ કરતાની પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિશા પટની ટૂંક સમયમાં જ અભિનેતા જોન અબ્રાહમ, અર્જુન કપૂર સાથે મોહિત સૂરીની એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો દિશાએ નવા વર્ષ પહેલા ફિલ્મ ‘યોધા’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં હીરો તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. ધર્મા પ્રોડક્શનની આ પહેલી એક્શન ફ્રેન્ચાઈઝી છે.

દિશા પટનીએ શૂટિંગ પૂરું કર્યા પછી ટીમ સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી અને લખ્યું, ‘આવા અદ્ભુત અનુભવ માટે મારી સૌથી અદ્ભુત ટીમનો આભાર, રાહ નથી જોઈ શકતી. તેણે 2015ની તેલુગુ ફિલ્મ ‘લોફર’થી અભિનયની શરૂઆત કરી હતી. બીજા જ વર્ષે એટલે કે વર્ષ 2016માં તેણે ‘એમએસ ધોની’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. તે છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળી હતી.

Shah Jina