ભાઈજાન સલમાન ખાનની અભિનેત્રીએ રેડ ડીપ નેક બોડીકોન ડ્રેસમાં વરસાવ્યો કહેર, તમે પણ ડોઢી નજરે જોવા માંડશો

બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી દિશા પટની જલ્દી જ “એક વિલન રિટર્ન”માં જોવા મળવાની છે. ફિલ્મની રીલિઝનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. હાલ તો ફિલ્મની કાસ્ટ જબરદસ્ત પ્રમોશન કરી રહી છે અને ફિલ્મને હિટ બનાવવા માટે તનતોડ મહેનત પણ કરી રહી છે.દિશા ફિલ્મમાં ફીમેલ લીડ રોલમાં છે અને આ જવાબદારી સમજતા તે પણ પ્રમોશનમાં પૂરો જીવ લગાવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.

દિશાની આ ફિલ્મ આ મહિનાની 29 તારીખે રિલીઝ થઈ રહી છે. ત્યારે આ વચ્ચે તાજેતરમાં જ અભિનેત્રી લાલ બોડી હગિંગ ડ્રેસમાં જોવા મળી હતી જેમાં તે તેના કિલર લુકથી લોકોને ઘાયલ કરી રહી હતી. આ ટ્યુબ ડ્રેસમાં ખૂબ જ ડીપનેક ડિઝાઇન હતી. તેમાં કોઈ શંકા નથી કે દિશા આ ડ્રેસમાં હજારો લોકોની ઊંઘ હરામ કરી રહી છે. દિશાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ફેન્સ પણ અભિનેત્રીના હોટ લુકના વખાણ કરી રહ્યા છે.

આ ડ્રેસમાં દિશા તેના પરફેક્ટ ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીએ સાઈડ પાર્ટેડ હેર અને સોફ્ટ મેક-અપ સાથે પોતાનો બોલ્ડ લુક પૂરો કર્યો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે દિશા પોતાના બોલ્ડ લુકથી ચાહકોના દિલ સાફ કરી રહી છે. આ પહેલા તેણે બ્લેક ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે. પરંતુ આ સમયે પેપરાજી સાથેની વાતચીત દરમિયાન કંઈક એવું બન્યું કે સોશિયલ મીડિયા પર યૂઝર્સે ફોટોગ્રાફર્સને ટ્રોલ કર્યા.

એવું થયું કે પ્રમોશનમાં સામેલ દિશા ઈવેન્ટ પછી પેપરાજીની સામે પોઝ આપવા આવી. દિશા આવતા જ ફોટોગ્રાફર્સે તેનું નામ લઈને પોઝ માંગવાનું શરૂ કર્યું. પરંતુ કેટલાક પેપરાજી દિશાને દિશુ કહેતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતા જ યુઝર્સે પેપરાજીના વર્તનને કારણે તેમને ટ્રોલ કર્યા અને કમેન્ટ્સ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી. તમને જણાવી દઈએ કે દિશા એક ફિટનેસ ફ્રીક છે, તે રેગ્યુલર વર્કઆઉટ કરવાની સાથે માર્શલ ટ્રેનિંગ પણ લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, તેનું નામ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું છે. દિશા પટનીની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, ‘એક વિલન રિટર્ન્સ’ જે 29 જુલાઈએ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ સિવાય અભિનેત્રી પાસે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘યોદ્ધા’ પણ છે. આ ફિલ્મ આ વર્ષે નવેમ્બર મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina