બોલિવુડ સેલેબ્સ અને તેમની દીવાળી પાર્ટી ખૂબ ફેમસ છે, અહીં સ્ટાર્સનો જમાવડો લાગે છે અને બધા પોતાના લુકથી ચાહકોને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. દીવાળી પાર્ટીમાં બધા સ્ટાર્સ એકથી એક શાનદાર આઉટફિટ પહેરી આવે છે અને ફેસ્ટિવ સીઝનનો રંગ જમાવે છે. ત્યારે હાલમાં 22 ઓક્ટોબરે ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ દીવાળી બૈશ રાખ્યો હતો,
જેમાં આલિયા ભટ્ટ, રેખા, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, સુહાના ખાન, જાહ્નવી કપૂર અને દિશા પટની સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન દિશાએ પોતાના લુકથી લાઇમલાઇટ ચોરી લીધી હતી. પોતાની બોલ્ડ ફેશન માટે મશહૂર દિશા પટનીએ એકવાર ફરી શાનદાર લુકમાં બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ, તેણે ગોલ્ડન સાડી પહેરી હતી, જેની સાથે ડીપનેક બ્રાલેટ પહેરી હતી.
આ તેના લુકમાં બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરતી રહ્યુ હતુ. આ લુક સાથે દિશાએ વાળને સોફ્ટ વેવ્સમાં રાખ્યા હતા અને મિનિમલ જ્વેલરી સાથે પારંપરિક સાડીમાં એક આધુનિક ટ્વિસ્ટ ઉમેર્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશાની ફિલ્મ કંગુવા રીલિઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને સૂર્યા પણ નજર આવશે. કંગુવા આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મમાંની એક છે.
આ ફિલ્મની ચાહકો આતુરતાથી જોઇ રહ્યા છે. ફરી એકવાર બોબી દેઓલ આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. કંગુવાની રીલિઝ ડેટ નજીક આવી રહી છે, 14 નવેમ્બરે આ ફિલ્મ થિયેટરમાં રીલિઝ થશે.
View this post on Instagram