ઘરની છત પર લૈૈંડ થઇ ભારે ભરખમ ટ્રક, જોનારાના ઉડ્યા હોંશ…આખરે કેવી રીતે થયુ આ- જુઓ વીડિયો

મેં કરકે ફ્લાય આવાં… ઘરની છત પર આવ્યુ બિન બુલાયા મહેમાન, જોનારાના છૂટ્યા છક્કા…બોલ્યા- આજે આ છે કાલે…

સોશિયલ મીડિયા પર દરરોજ અજીબોગરીબ વીડિયો વાયરલ થતા રહે છે, ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોંકી રહ્યા છે. આ વીડિયો ખૂબ જ અનોખો અને આશ્ચર્યજનક છે. વીડિયોમાં એક ટ્રક અચાનક ઘરની છત પર ચડી ગઈ હતી. આ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા અને કેટલાક લોકોના તો ડરથી છક્કા છૂટી ગયા.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે ટ્રક કોઈક રીતે રોડ પરથી ઉડીને ઘરની છત પર પહોંચી જાય છે. આ વીડિયોમાં પંજાબી ગીત ‘કી મેં કરકે ફ્લાય આવાં, જી મેં બુલાવાં…’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક ટ્રક કોઈ રીતે ઉડીને એક ઘરની છત પર પહોંચી ગઈ છે અને લોકોનું માનવું છે કે આ અકસ્માત પછી થયો હશે. આ સાથે જ કેટલાક લોકો તેને એડિટિંગનો ચમત્કાર પણ ગણાવી રહ્યા છે.

જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે પંજાબના કેટલાક શહેરોમાં છત પર પણ આવા અનોખા બાંધકામો જોવા મળે છે, જે આવી ઘટનાઓને વધુ રસપ્રદ બનાવે છે. વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર mahindra.ale01 દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 25.11 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!