વ્હાઇટ ઓફ શોલ્ડર ગાઉનમાં હદથી વધારે ખૂબસુરત લાગી દિશા પટની, ચાહકોએ કહ્યુ- બાર્બી ડોલ

બોલીવુડના દિશા જેવું ફિગર કોઈનું નથી, વ્હાઇટ ઓફ શોલ્ડર ઢીલું ઢીલું ગાઉનમાં બેહદ હોટ દેખાઈ રહી છે, જુઓ નીચે

બોલિવુડ એક્ટ્રેસ દિશા પટની ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે દરેક પબ્લિક દેખાવમાં તેના બોલ્ડ આઉટફિટ્સમાં આગ લગાવી દે છે. આ સિવાય તેની ફિટનેસ લાખો ફોલોઅર્સને પ્રેરિત કરે છે. 26 માર્ચ 2024ના રોજ દિશા પટનીએ અજીઓ ગ્રાઝિયા યંગ ફેશન એવોર્ડ્સમાં હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા પર આ દરમિયાનના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે તેના હોટ લુકથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ઇવેન્ટ માટે દિશાએ વ્હાઇટ ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે મિનિમલ એક્સેસરીઝ કેરી કરી હતી અને વાળ બનમાં બાંધ્યા હતા. દિશાની ઇવેન્ટની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકોએ કમેન્ટ કરી તેના લુકની પ્રશંશા કરી હતી.

એકે લખ્યુ- બાર્બી ડોલ તો એકે લખ્યું, “તેણે વેડિંગ ગાઉન કેમ પહેર્યું છે ?” ગ્રાઝિયા ‘યંગ ફેશન એવોર્ડ્સ 2024’ના અવસર પર દિશાએ પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા હતા. આ દરમિયાન દિશાની સ્ટાઈલ ઘણી આકર્ષક જોવા મળી. ઇવેન્ટમાં પહોંચ્યા બાદ દિશાએ પેપરાજીને અલગ-અલગ પોઝ આપી તસવીરો પણ ક્લિક કરાવી હતી.

બોલિવૂડ હસીનાઓ તેમના સ્ટાઇલિશ અને આકર્ષક લુક સાથે કોઈપણ પાર્ટી, ઇવેન્ટ અથવા તો ફંક્શનમાં ચાર-ચાંદ લગાવી દે છે. ક્યારેક અભિનેત્રી સિતારાથી સજ્જ ડ્રેસમાં જોવા મળે છે, તો ક્યારેક બોલ્ડ લુકમાં પોતાની સ્ટાઈલ ફ્લોન્ટ કરે છે. ગત રોજ પણ ગ્રેઝિયા એવોર્ડમાં ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતા બતાવી હતી. જો કે, યોદ્ધા એક્ટ્રેસ દિશા પટનીએ આ દરમિયાન લાઇમલાઇટ લૂંટી લીધી હતી.

અભિનેત્રીએ ઓફ શોલ્ડર વ્હાઇટ હાઈ સ્લિટ ગાઉન પહેર્યુ હતુ અને આ સાથે મિનિમલ જ્વેલરી કેરી કરી હતી. દિશાએ તેનો લુક મિનિમલ મેકઅપ સાથે પૂર્ણ કર્યો હતો અને અભિનેત્રીએ તેના વાળને બનમાં સ્ટાઈલ કર્યા હકા. દિશા પટનીનો આ લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર ઘણી લાઈમલાઈટ મેળવી રહ્યો છે.

જણાવી દઇએ કે, 15 માર્ચ 2024ના રોજ ફિલ્મ યોદ્ધાની રિલીઝનો જશ્ન મનાવવા માટે નિર્માતાઓએ એક દિવસ પહેલા બોલિવૂડ સેલિબ્રિટીઓને આમંત્રણ આપ્યું હતું. એક વિશેષ સ્ક્રીનિંગનું બોલિવુડ હસ્તીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ દિશાએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina