“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 14 વર્ષથી સતત ટીવી પર પ્રકાશિત થઇ રહ્યો છે. આ શોમાંથી અત્યાર સુધી ઘણા કલાકારો વિદાય લઇ ચૂક્યા છે અને તેમના સ્થાને નવા કલાકારો પણ આવી ચૂક્યા છે. પરંતુ શોમાં એક પાત્ર છે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી શોમાં જોવા મળ્યુ નથી.અને એ પાત્ર છે દયાભાભીનું… આ પાત્રને શો શરૂ થયો ત્યારથી દિશા વાકણી નિભાવી રહી હતી. ટીવી અભિનેત્રી દિશા વાકાણી ભલે છેલ્લા 5 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ ન હોય, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તેની સતત ચર્ચા થઈ રહી છે.
આ શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી દર્શકોના સૌથી પ્રિય પાત્રોમાંનું એક હતું, જેને ચાહકો હજુ પણ મિસ કરે છે. દિશા શોમાં પાછી ફરશે કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ વાપસીના આ અહેવાલો વચ્ચે દયાબેનના ઓનસ્ક્રીન પતિ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિલીપ જોશીએ ખુલાસો કર્યો છે કે તેમણે અને અભિનેત્રીએ એટલે કે દિશા વાકાણીએ 4 વર્ષથી વાત કરી નથી.
ઇટાઇમ્સ સાથે વાત કરતાં, દિલીપ જોશીએ કહ્યું, “સાચું કહું તો, દિશાજી ખૂબ જ ખાનગી વ્યક્તિ છે અને જ્યારથી તેમણે શો છોડ્યો ત્યારથી અમે એકબીજા સાથે વાત કરી નથી. મને તેમના વિશે જે પણ સાંભળવા મળે છે તે પ્રોડક્શન હાઉસમાંથી જ આવે છે. તે તેમના પરિવારને પ્રાથમિકતા આપવા માંગે છે તે તેમનો અંગત નિર્ણય છે. મને લાગે છે કે આપણે આદર આપવો જોઈએ કે તેમણે તેમના જીવનના 10 વર્ષ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને આપ્યા છે. હવે, તેમની પ્રાથમિકતા તેમનો પરિવાર છે અને આપણે તેમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.
છેવટે તે એક કલાકાર પણ છે અને જ્યારે પણ તેમને અભિનય કરવાની ઈચ્છા થશે ત્યારે તે પાછા આવશે.’ દિલીપ જોશીએ કહ્યું, ‘હા, હું દિશાજીને મિસ કરું છું. અમે 10 વર્ષ સાથે કામ કર્યું છે. અમારું ટ્યુનિંગ અને કેમિસ્ટ્રી પહેલા દિવસથી જ જામી ગઈ હતી અને અમે સાથે ઘણો સારો સમય પસાર કર્યો હતો. અમે છેલ્લા 10 વર્ષોમાં કેટલાક સૌથી સુંદર દ્રશ્યો શૂટ કર્યા છે અને ઘણો સારો સમય પસાર કર્યો છે. દિશાજી કોમેડીના મામલામાં નંબર વન કલાકાર છે. તે એક અદ્ભુત અને શાનદાર અભિનેત્રી છે.
માત્ર એક અભિનેત્રી તરીકે જ નહીં પણ એક પ્રેક્ષક તરીકે પણ મને તેને ઓનસ્ક્રીન જોવી ગમે. કેટલીકવાર હું જૂની ક્લિપ્સ પણ જોઉં છું અને મને લાગે છે કે આ દ્રશ્ય ક્યારે બન્યું. મેં છેલ્લા 10 વર્ષમાં તેમની સાથે ઘણા સીન કર્યા છે. મને પણ એ દ્રશ્યો જોવાની મજા આવે છે. હા, અંગત રીતે હું પણ દિશા જીને ખૂબ મિસ કરું છું.