દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

આ દીકરા એ તેની માં માટે જે કર્યું એ જોઈ તમે રડી પડશો…… ભગવાન એવો દીકરો બધા ને આપે

વાહ વાહ..દીકરો હોય તો આવો…આ સ્ટોરી વાંચીને તમે ધ્રુસકે ધ્રુસકે રડી પડશો એ પાક્કું…

“મા , મને થોડા મહિના માટે વિદેશ જવું પડશે. તારા રહેવા માટે મેં બંદોબસ્ત કરી લીધો છે. ” લગભગ 32 વર્ષ ના અવિવાહિત ડોક્ટર સુદીપ રાત્રે ઘરે આવતા બોલ્યો.”દીકરા ,તારું વિદેશ જવું જરૂરી છે શું ? ” મા ની અવાજ માં ચિંતા દેખાતી હતી. “મા , મને ઇંગ્લેન્ડ જઈ અને થોડી રિસર્ચ કરવી છે. આમ પણ થોડા મહિના ની જ વાત છે ને.” સુદીપ એ કહ્યું.

Image Source

“જેવી તારી ઈચ્છા.” ધીરા અવાજ માં મા બોલી.  અને સુદીપ એની મા “પ્રભા દેવી” ને બાજુ માં શહેર ના વૃદ્ધા આશ્રમ માં છોડી આવ્યો. ત્યાં જતા પહેલા પહેલા દરેક ઘરડા ને જીવન પ્રત્યે હતાશા અને નિરાશા સાફ દેખાય છે. પણ પ્રભા દેવી ના ચેહરા પર થોડી પણ હતાશા નહતી.

એક દિવસ આશ્રમ માં બેઠા બેઠા અંદરોઅંદર ઘરડાઓ વાતો કરી રહ્યા હતા , એમાં થી 2 -3 મહિલાઓ હતી. એમાં થી એક બોલી , ” ડૉક્ટર નું કોઈ સગુ સંબંધી નથી કે એમની મા ને અહીંયા છોડી ગયો.” ” તો ત્યાં બેઠેલ એક મહિલા બોલી , ” પ્રભા દેવી ના પતિ ની મોત જુવાની માં થઈ ગઈ હતી. ત્યારે સુદીપ ચાર વર્ષ નો જ હતો. પતિ ની મૃત્યુ બાદ પ્રભા દેવી અને એના દીકરા ને ખાવા ના લાલા પડી ગયા હતા. ત્યારે કોઈ સગા સંબંધી એ તેમની મદદ ન કરી. પ્રભા દેવી એ લોકો ના કપડાં સીવી ને એમનાં દીકરા ને ભણાવ્યો . દીકરો પણ ભણવા માં હોશિયાર ત્યારે તો એ ડૉક્ટર બન્યો.

Image Source

વૃદ્ધા આશ્રમ માં લગભગ 6 મહિના વીત્યા ત્યારે એક દિવસ પ્રભા દેવી ના આશ્રમ ના સંચાલન રામ કિશન શર્મા જી ના ઓફીસ માંથી એમના દીકરા ને ફોન કર્યો અને પૂછ્યું  , ” સુદીપ તું ઇન્ડિયા માં આવી ગયો કે હજુ ઇંગ્લેન્ડ માં જ છો ?”

” મા , અત્યારે તો ઇંગ્લેન્ડ માં જ છું.” સુદીપ એ જવાબ આપ્યો. ત્રણ – ચાર મહિના ના અંતરાલ એ પ્રભા દેવી સુદીપ ને ફોન કરતી તો એને એક જ જવાબ મળતો , હું હજુ ત્યાં જ છું ,આવીશ ત્યારે જાણ કરીશ. આવી રીતે લગભગ બે વર્ષ નીકળી ગયા. હવે તો આશ્રમ ના લોકો પણ વાતો કરવા લાગ્યા કે  ,જુઓ તો કેવો ચાલાક દીકરો નીકળ્યો , અંધારા માં રાખી અને વિદેશ નીકળી ગયો. એક એ તો ત્યાં સુધી કહ્યું કે ,  એ ક્યાંય વિદેશ નહીં ગયો હોય બસ એની મા થી છુટકારો મેળવવા ઇચ્છતો હશે. ત્યારે બીજા કોઈક  એ કહ્યું કે એ તો પરણેલ પણ નથી.

“અરે હશે કોઈ ગર્લફ્રેંડ જેને કહ્યું હશે કે આના થી છુટકારો મળે પછી પછી જ લગ્ન  કરશે.”

બે વર્ષ આશ્રમ માં રહ્યા બાદ હવે પ્રભા દેવી ને પણ તેની નિયતિ વિસે ખબર પડી ગઈ.  દીકરા માટે નું દુઃખ એને અંદર અંદર જ ખાતું હતું. એ પુરી રીતે તૂટી ગઈ હતી. બે વર્ષ આશ્રમ માં રહ્યા બાદ એક દિવસ પ્રભા દેવી ની મૃત્યુ થઈ ગઈ. એમની મૃત્યુ પર આશ્રમ ના સંચાલક શર્મા જી ને લોકો એ કહ્યું કે , એમની મૃત્યુ ની ખબર એમના દીકરા ને આપી દઈએ. અમને તો લાગે છે કે એ ક્યાંય વિદેશ માં નહીં પણ દેશ માં જ હશે . “એમના દીકરા ને ખબર કેવી રીતે કરું , એનું મૃત્યુ થયું એને તો ત્રણ વર્ષ થઈ ગયા.” શર્મા જી ની એ વાત સાંભળી ત્યાં ઉપસ્થિત લોકો ને ઝટકો લાગ્યો.

એમાં થી એક બોલ્યા , “જો એના મૃત્યુ ને ત્રણ વર્ષ થઈ ગયા તો પ્રભા દેવી મોબાઈલ પર કોની સાથે વાત કરતા. ?” “એ મોબાઈલ તો મારી પાસે હતો , જેમાં એમના દીકરા ની અવાજ રેકોર્ડ હતી.” શર્મા જી બોલ્યા.

” પણ આવું કેમ ?” કોઈ એ પૂછ્યું. ત્યારે શર્મા જી બોલ્યા કે લગભગ ચાર વર્ષ પહેલાં જ્યારે સુદીપ એની મા ને અહીંયા છોડવા આવ્યો હતો ત્યારે એને મને કહ્યું હતું કે , “શર્મા જી મને બ્લડ કૅન્સર થઈ ગયું છે. અને ડૉક્ટર હોવા ને કારણે હું સારી રીતે જાણું છું કે એના લાસ્ટ સ્ટેજ માં મને ઘણી તકલીફ થશે. મારા મોઢા માં થી ખૂન પણ નીકળશે.

મારી આ તકલીફ મા થી જોવાશે પણ નહીં. એ જીવતે જીવતી મરી જશે. હું તો મરવા નો જ છું પણ હું એમ નથી ઇચ્છતો કે મારી પહેલા મારી મા મરી જાય. મારા મર્યા પછી અમારો બે રૂમ નો ફ્લેટ છે અને એ ઘર નો સમાન  એ આશ્રમ માં દાન કરી દઈશ.” આ સાંભળી ત્યાં ઉપસ્થિત લોકો ની આંખો ભરાઈ ગઈ.

./0/”>Image Source

પ્રભા દેવી ના અંતિમ સંસ્કાર આશ્રમ ના એક હિસ્સા માં કરવા માં આવ્યા. અને તેમના અંતિમ સંસ્કાર માં શર્મા જી એ દરેક વડીલો ના પરિવાર ને પણ બોલાવ્યા. મા દીકરા ના અનમોલ અને અતૂટ પ્રેમ ની કહાની નો અસર કંઈક એવી થઈ કે ઘરડા મા બાપ ને દરેક દીકરા પાછા ઘરે લઈ ગયા.

Story 2: એક વૃદ્ધ ભિખારી અને એક છોકરી ની દર્દભરી કહાની….

કાજલ સ્કૂલમાં ટીચર છે અને દરેક રોજ બસ થી પોતાના કોલેજ આવે છે અને દરેક દિવસ બસ સ્ટેન્ડ પર એક ભિખારી તેને જોયા કરતો હતો. તે ખુબ જ વૃદ્ધ અને લાચાર હતો. તેને જોઈને મનમાં એજ વિચાર આવતો હતો કે ભગવાન તેને પોતાની પાસે બોલાવી લે. તેની આંખો ખુબ જ ગંભીર હતી, અમુક લોકો તેની સાથે સારી રીતે વાત કરતા હતા જયારે અમુક લોકો તો તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરતા હતા.

સમય વીતતો ગયો એક દિવસ તો કાજલ થી રહી ના શકાયું અને તે ભિખારી ની પાસે જઈને બોલી અંકલ તમને હજી પણ જીવવાની ઈચ્છા થાય છે? તમે અહીં ભીખ શા માટે માંગી રહ્યા છો, ભગવાન ને દુવા કેમ નથી કરતા કે તમને જલ્દી જ તમારી પાસે બોલાવી લે. તે ભિખારી લગભગ 80 વર્ષ ના હશે, અને તે ખુબ જ પરેશાન અને દુઃખી પણ હતા. તેણે કાજલ ને પોતાનું નામ પૂછ્યું અને કહ્યું કે તું શું કરે છે. તેણે કહું કે પોતે એક કોલેજ માં ટીચર છે અને દરેક રોજ તે ભિખારી ને અહીં જોવે છે. તે ખુબ જ તરસ્યો હતો અને તેણે કાજલ ને પૂછ્યું કે શું તેને પાણી પીવા માટે મળશે તો તેણે તરત જ પોતાની બોટલ માંથી તેને પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી તેણે કાજલ ને પૂછ્યું કે..

બેટા દુનિયામાં બાળપણ, યુવાની અને બુઢાપો બધું જ આવે છે. બાળપણ અને યુવાની ખુબ જ સારી હોય છે પણ બુઢાપો ખુબ જ ખરાબ હોય છે અને આ અવસ્થા પણ બધાને આવે જ છે. તેનાથી કોઈ જ બચી ના શકે, આપણે લોકો પૂરું જીવન પૈસા કમાવામાં અને એક બીજાને નફરત કરવામાં જ વ્યતીત કરી નાખતા હોઈએ છીએ અને છેલ્લે આપણી પાસે કઈ જ નથી આવતું સિવાય કે આપણા કરેલા સારા કર્મ અને ઈમાનદારી. તેની વાત સાંભળીને કાજોલ ભાવુક થઇ ગઈ અને તે પાણી ની બોટલ અને પોતાનું બપોર નું ટિફિન પણ તેને આપીને ત્યાંથી નીકળી ગઈ. તે ભિખારી ની વાત એક દમ સાચી જ છે આપણી સાથે અંત માં તો આપણા કરેલા સારા કર્મો સિવાય બીજુ કઈ પણ નથી આવતું. માટે હંમેશા સારા બનો, સારો વ્યવહાર કરો ને એકબીજાના દુઃખ ને દૂર કરવાની કોશિશ કરતા રહો અને છેલ્લે ખાસ વાત કે ભગવાન પર હંમેશા શ્રદ્ધા અને વિશ્વાશ રાખો.