ગૂગલ-એપ્પલના એક્શનથી રશિયામાં ભટકી રહ્યા છે લોકો, પણ આ મામલે ભારત છે હોશિયાર

રશિયા અને યુક્રેનમાં જંગ હજી સુધી બંધ થઇ નથી તેવામાં અમેરિકા દ્વારા રશિયા પર વિત્તીય પ્રતિબંધ લગાવવા બાદ હજારો રશિયન ગ્રાહકો એપ્પલ પે અને ગૂગલ પે સેવાઓનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. યુક્રેન પર સ્ટ્રાઇક કર્યા બાદ અમેરિકા અને તેના સહયોગી રશિયા પર સતત કડક પગલાં લઇ રહી છે.

રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા બાદ હવે અમેરિકન કંપની પણ તેમની તરફથી રશિયા વિરુદ્ધ જઈ રહી છે. આના લીધે રશિયન લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ મામલે ભારતની તૈયારી સરાહનીય છે કેમકે દેશે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સ્વદેશીનો દબદબો છે.

રશિયન સેન્ટ્રલ બેન્કના રિલીઝ અનુસાર એપ્પલ અને ગૂગલના એક્શન પર રશિયાની જે બેન્ક પર અસર પડી છે તેમાં VTB Group, Sovcombank, Novikombank, Promsvyazbank અને Otkritie FC Bank શામેલ છે.

સેન્ટ્રલ બેન્કે એવું પણ કહ્યું કે તે બેન્કના કાર્ડથી કોન્ટેકલેસ પેમેન્ટ તો થશે પરંતુ ગૂગલ કે એપ્પલ જેવી વિદેશી સર્વિસ પ્રોવાઇડરના માધ્યમથી પેમેન્ટ થઇ શકશે નહિ. એપ્પલ પે અને ગૂગલ પેએ રશિયાની રાજધાની મોસ્કોમાં મેટ્રો નેટવર્કમાં કામ કરવાનું બંધ કરી દીધું છે.

પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવવાથી મોસ્કોના મેટ્રો સ્ટેશન પર લાંબી લાઈનની વાતો પણ કેટલીક ખબરમાં કહેવામાં આવી હતી. આ ખબર બાદ ઇન્ડિયન યુઝર્સ ભીમ યુપીઆઈ અને રૂપે પેમેન્ટ સિસ્ટમની ચર્ચા કરવા લાગ્યા છે.

બેન્ક ઓફ રૂસે પોતાના દેશ પર લગાવેલા તમામ આર્થિક પ્રતિબંધોની વચ્ચે વ્યાજદરમાં 100 ટકા જેટલો વધારો કર્યો છે. યુરોપ અને અમેરિકા તરફથી લગાવામાં આવેલ આર્થિક પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા રશિયાએ મહત્વપૂર્ણ વ્યાજદરોને 9.5 ટકાથી વધારીને 20 ટકા કરી દીધા છે. આ બે દશકના સૌથી વધુ સ્તર છે.

Patel Meet