કોણ છે ધ્રુવ જુરેલ, જેને ઇશાનની જગ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ટીમમાં મળ્યો મોકો, પિતા બનાવવા માગતા હતા ફૌજી, લડી હતી કારગિલ જંગ

પિતા કારગિલના હીરો, દેશ માટે રમશે દીકરો…કોણ છે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મેળવનાર ધ્રુવ જુરેલ ?

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન…ધ્રુવ જુરેલની સરપ્રાઇઝ એન્ટ્રી, ઇશાન-શમી બહાર

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ધ્રુવ જુરેલને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. જમણા હાથનો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા માટે રમશે. યુપી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર ધ્રુવ હાલમાં ઈન્ડિયા A તરફથી રમી રહ્યો છે. આ 22 વર્ષના બેટ્સમેને આઈપીએલમાં પણ પોતાની પ્રતિભા બતાવી છે. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રદર્શનના આધારે તેને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.

કોણ છે ધ્રુવ જુરેલ, જેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ટીમમાં મળ્યો મોકો

ધ્રુવ જુરેલ ઉત્તર પ્રદેશના આગ્રાનો રહેવાસી છે. તેના પિતાનું નામ નેમ સિંહ જુરેલ છે, જેમણે આર્મીમાં રહીને દેશની સેવા કરી છે. તેઓ 1999માં કારગિલ યુદ્ધમાં પણ સામેલ હતા. જો કે શરૂઆતમાં ધ્રુવ પણ ભારતીય સેનામાં જોડાઈને તેના પિતાની જેમ દેશની સેવા કરવા ઈચ્છતો હતો, પરંતુ ક્રિકેટમાં તેની તીવ્ર રુચિને કારણે તે તેમ કરી શક્યો નહીં. ધ્રુવ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો આદર્શ માને છે.

ધ્રુવના પિતા કારગિલ યુદ્રના હિરો

ધ્રુવ જુરેલ ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. તે 2020માં યોજાયેલી ટૂર્નામેન્ટમાં વિકેટકીપર તરીકે ટીમનો ભાગ હતો. ત્યારબાદ ફાઇનલમાં ભારત બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. આ ટુર્નામેન્ટમાં તેની સાથે યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા જેવા ખેલાડીઓ હતા, જેઓ હવે આઈપીએલમાં રમી રહ્યા છે. ધ્રુવ IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ છે. તેને ટીમે 2022ની હરાજીમાં 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. ધ્રુવે 2022માં યુપી માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

IPLમાં રાજસ્થાન રોયલ્સનો છે ભાગ

અત્યાર સુધી રમાયેલી 19 ઇનિંગ્સમાં તેણે 46ની એવરેજથી 790 રન બનાવ્યા છે. તેની સૌથી મોટી ઇનિંગ્સ 249 રનની છે. તેણે સાઉથ આફ્રિકા પ્રવાસ પર A ટીમ સામે અડધી સદી ફટકારી હતી. લિસ્ટ A ક્રિકેટમાં તેણે 7 ઇનિંગ્સમાં 47ની એવરેજથી 189 રન બનાવ્યા છે. T20ની વાત કરીએ તો તેણે 137ના સ્ટ્રાઈક રેટથી 244 રન બનાવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે (12 જાન્યુઆરી) 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમની કપ્તાની રોહિત શર્મા કરશે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને વિકેટકીપર ઈશાન કિશન ટીમનો ભાગ નથી.

પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), આવેશ ખાન.

Shah Jina