કરોડોની સંપત્તિનો માલિક મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણની સારવાર માટે નથી લેતો મોંઘી સારવાર, ફક્ત 20 રૂપિયાની દવા લેવા જાય છે આ વૈદ્ય પાસે

ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની વૈભવી લાઈફ સ્ટાઇલ વિશે આપણે સૌ પરિચિત છીએ. મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ જગતમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે અને આજે તેમના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા જોવા મળી રહ્યા છે. જયારે ધોની રાંચીમાં હોય છે ત્યારે તે ખુબ જ સામાન્ય માણસની જેમ જ જીવન જીવે છે.

થોડા દિવસો પહેલા જ તે એક મિત્રની બર્થડે પાર્ટીમાં મહેન્દ્ર સિંહ ધોની જોવા મળ્યો હતો અને હવે તે પોતાની સારવાર કરાવવા માટે રાંચીમાં ડોક્ટર પાસે જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી એમએસ ધોની ઘૂંટણની સમસ્યાથી પરેશાન છે, જેનો ઈલાજ તે કોઈ મોંઘી હોસ્પિટલ કે ડોક્ટર દ્વારા નહીં પરંતુ એક સાદા વૈદ્ય પાસે કરાવી રહ્યો છે.

એમએસ ધોની છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યા છે, જેની સારવાર તેઓ કોઈ મોટા ડૉક્ટર કે હોસ્પિટલમાં કરાવવાને બદલે વૈદ્ય દ્વારા કરાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ધોની ઘૂંટણના દુખાવાની સારવાર માટે દર 4 દિવસે એકવાર વૈદ્યની મુલાકાત લે છે અને આ માટે તેણે માત્ર 40 રૂપિયા ફી ચૂકવવા પડે છે. જેમાં 20 રૂપિયા દવાના અને 20 રૂપિયા તેમની ફી છે.

વૈદ્ય વંદન સિંહ ખેરવાર રાંચીથી 70 કિમી દૂર કટીંગકેલા, લાપુંગમાં વાવા ગલતમી ધામમાં રહે છે. ધોની તેની સારવાર માટે તેમની પાસે જઈ રહ્યો છે. વંદને જણાવ્યું કે ભૂતપૂર્વ કેપ્ટન ભારતીય કેપ્ટન ધોની છેલ્લા એક મહિનાથી દર 4 દિવસે તેની પાસે હર્બલ દવા લેવા આવે છે. વંદન સિંહે કહ્યું કે ધોની પહેલા તેના માતા-પિતાએ પણ તેની દવા લીધી છે. તેને ઘૂંટણની સમસ્યા પણ હતી.

તમને જણાવી દઈએ કે એમએસ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોય પરંતુ તેની લોકપ્રિયતામાં જરાય ઘટાડો થયો નથી. IPLનો મંચ હોય કે તેની અંગત જિંદગી, તે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. થોડા સમય પહેલા તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોવા મળ્યો હતો. જ્યાં તેણે કેટલીક મેચો માટે CSKની કેપ્ટન્સી છોડી દીધી, પરંતુ અંતે તેણે CSKની કમાન પાછી પોતાના હાથમાં લઈ લીધી.

Niraj Patel