“ધીરુભાઈએ એક રિફાઇનરી કરી હતી, મુકેશે 3-3 બનાવી દીધી, બાપ કરતા દીકરો સવાયો..” જુઓ કોકિલાબેને ચોરવાડમાં શું કહ્યું

“ધીરુભાઈના કારણે જામનગરનું મોટું નામ બન્યું” કોકિલાબેને જણાવી ધીરુભાઈ અંબાણીની સંઘર્ષગાથા

Dhirubhai remembered Kokilab in Chorwad : અંબાણી પરિવાર હાલ ગુજરાતમાં છે અને થોડા દિવસ પહેલા જ એટલ કે 1 માર્ચથી લઈને 3 માર્ચ દરમિયાન જામનગરમાં અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સેરેમનીનું પણ ભવ્ય આયોજન થયું હતું. જેની અંદર દેશ અને દુનિયાના દિગ્ગજો પણ આવી પહોંચ્યા હતા. ત્યારે હજુ પણ જામનગર અને આસપાસના વિસ્તારોમાં આ પ્રિ વેડિંગ સેરેમનીની ઉજવણીઓ ચાલુ જ છે અને અનંત અને રાધિકા પણ આ ઉજવણીઓમાં સામેલ થઇ રહ્યા છે.

ત્યારે અનંત અને રાધિકા તેમનાં દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યાં હતાં. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ બાદ સૌપ્રથમવાર ચોરવાડ ખાતે તેઓ પહોંચ્યાં હતાં. અનંત અંબાણી, રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનાં દર્શન કર્યાં હતાં તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે જ ગામમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તો આ પ્રસંગે હાજર રહેલા કોકિલાબેન અંબાણીએ સ્વ. ધીરુભાઈની સંઘર્ષ ગાથા પણ વર્ણવી હતી, તેમને જણાવ્યું હતું કે ધીરૂભાઇએ કેવી રીતે શૂન્યમાંથી સર્જન કર્યું અને આ મુકામ પર પહોંચ્યા હતા. કોકિલાબેને જણાવ્યું કે વિદેશીની સારા એવા પગારની નોકરી છોડીને ધીરુભાઈ ભારત આવ્યા અને પછી કેવી રીતે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું.

કોકીલબેને જણાવ્યું કે ધીરુભાઈ મેટ્રિકની પરીક્ષા આપીને ઈડન ગયા, ત્યાં તેઓ પાસ થઇ ગયા. તેમને ત્યાં સારી નોકરી મળી ગઈ અને 7 વર્ષે સિટિઝન્સશીપ પણ મળી ગઈ. સિટિઝનશીપનો લેટર આવ્યાના બીજા જ દિવસે ધીરૂભાઇએ રાજીનામુ આપી દીધું. તેમના મોટાભાઈ રમણીક ભાઈએ પણ તેમને બહુ સમજાવ્યું કે આવી સારી નોકરી છોડીને ભારત ના જવાય.  ત્યારે ધીરૂભાઇએ કહ્યું કે મારે મારુ તકદીર અજમાવવું છે અને મારે ઇન્ડિયા જવું છે.

રમણીકભાઇએ ત્યારે કહ્યું કે ઇન્ડિયા જઈને તું શું કરીશ ? ત્યારે તેમને કહ્યું કે ભગવાન મને જે રસ્તો બતાવશે તે કરીશ. અને તેમને ભારતમાં ખુબ જ મહેનત કરી. જામનગરમાં રિફાઇનરી સ્થાપી ત્યારથી જામનગરનું નામ પણ ખુબ જ આગળ આવી ગયું. આ સથવા કોકિલાબેને એમ પણ કહ્યું કે ચોરવાડથી જ અમારું ભવિષ્ય આગળ વધ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ધીરુભાઈ સથવા લગ્ન બાદની એક વાત કરતા તેમને જણાવ્યું કે અમે રાજકોટ આવ્યા હતા ત્યારે ધીરૂભાઇએ ચોરવાડ માતાજીના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યારે પણ ગામમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો આ ડાયરામાં જોડાયા હતા. ત્યારે લોકોને ખબર નહોતી કે શેર શું છે, ધીરૂભાઇએ ત્યારે બધાને કહ્યું હતું કે રિલાયન્સના શેર લો. ત્યારે શેરની કિંમત 10 રૂપિયા હતી. આજે એ શેરની કિંમત 2700 રૂપિયા છે. આ ઉપરાંત તેમને મુકેશ અંબાણી અને અનંતના પણ વખાણ કર્યા હતા.

Niraj Patel