“શરમના માર્યા સામે ના આવ્યો…” ધીરજ સાહુએ ઓન કેમેરા આપ્યો 353 કરોડનો હિસાબ…જુઓ

જેના ઘરેથી મળ્યા 353 કરોડ રોકડા, તે ધીરજ સાહુએ આપ્યો હિસાબ-કિતાબ…જુઓ વીડિયો

ઇનકમ ટેક્સ વિભાગની છાપેમાપી બાદ કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પહેલીવાર સામે આવ્યા છે. રેડ બાદ સાહુ સાથે જોડાયેલ ઠેકાણાથી 353 કરોડ રૂપિયા મળ્યા, અને આટલી બધી રોકડ ગણતા ગણતા બેન્ક કર્મચારીઓને પાંચ દિવસ જેટલો સમય લાગ્યો. ધીરજ સાહુએ કહ્યુ કે છાપેમારી દરમિયાન તે દિલ્લીમાં હતા, પણ શરમના માર્યા તેઓ સામે નહોતા આવી રહ્યા. સાથે જ તેમણે જપ્ત થયેલ 353 કરોડ રૂપિયા વિશે પણ વાત કરી. તેમણે કહ્યુ- જુઓ હું સક્રિય રાજનીતિમાં 30-35 વર્ષથી છું અને આવું મારી સાથે પહેલીવાર થયુ છે.

ધીરજ સાહુએ આપ્યો 353 કરોડનો હિસાબ

આનાથી મારા દિલને ઘણી ઠેસ પહોચી છે. કારણ કે હું હંમેશા ઇચ્છતો હતો કે મને લઇને કોઇ વિવાદ ન થાય, પણ વિવાદ ઊભો થયા બાદ હું મારા અને મારા પરિવાર વિશે જાણકારી આપવા માગુ છુ. અમે વિકાસના ઘણા કામો કર્યા છે… અમારા પિતાજી ગરીબોને ખૂબ મદદ કરતા હતા. અમે ઘણી કોલેજો અને શાળાઓ ખોલી, પરંતુ આજે જે થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ જ દુઃખી છું. ધીરજ સાહુએ વધુમાં કહ્યું, ‘હું ચોક્કસ કહી શકું છું કે વસૂલ કરાયેલા પૈસા મારી પેઢીના પૈસા છે.

શરમના માર્યા સામે ના આવ્યો

અમે લગભગ સો વર્ષથી દારૂનો ધંધો કરીએ છીએ. આ સો વર્ષમાં અમે સરકારને ઘણી આવક આપી છે. હું મારા તરફથી આ વાત જાહેર કરવા માંગુ છું.’ ધીરજ સાહુએ કહ્યું, ‘હું તે સમયે (રેડ સમયે) દિલ્હીમાં હતો. હું તમને લોકો (મીડિયા)ને મળવા માંગતો હતો પરંતુ કેટલાક સંજોગો એવા આવ્યા કે મને તમારી સામે આવતા શરમ અનુભવાઈ. મેં રાજકારણ છોડી દીધું અને બિઝનેસ પર ધ્યાન આપ્યું નહીં. મારા પરિવારના સભ્યો વેપાર કરતા હતા. આ પછી કોંગ્રેસ સાંસદે તેમના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓ વિશે કેટલીક માહિતી આપી.

જપ્ત કરાયેલી રોકડ અમારી દારૂ સંબંધિત કંપનીઓની છે

તેણે કહ્યું, ‘અમારો ઘણો મોટો પરિવાર છે. અમે કુલ 6 ભાઈઓ છીએ. દરેકના બાળકો વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમારો વ્યવસાય લગભગ 100 વર્ષ જૂનો છે. જપ્ત કરાયેલી રોકડ અમારી દારૂ સંબંધિત કંપનીઓની છે. દારૂના વેપારમાં, તમામ વેચાણ રોકડના આધારે કરવામાં આવે છે, જે પણ પૈસા જપ્ત કરવામાં આવ્યા છે તે દારૂના વેચાણના છે. આ પૈસા કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી સાથે સંબંધિત નથી. આ સંપૂર્ણપણે અમારી કંપનીના પૈસા છે.

Shah Jina