બાબાના બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન જોઈને ધર્મેન્દ્ર પણ રહી ગયા હતા શૉક, બોબી દેઓલે ભાઈ સની દેઓલને પણ પાછળ છોડી દીધો

બબીતા સાથે રંગરેલિયા માનવતા જોઈને પપ્પા ધર્મેન્દ્રને લાગ્યો સદમો, કહ્યું કે…

વેબ સિરીઝ આશ્રમમાં બાબાના કિરદાર દ્વારા નામના મેળવનાર અભિનેતા બોબી દેઓલ એક સમયે ઈન્ડસ્ટ્રીમાંથી દૂર થઇ ગયો હતો. કામ ના મળવાના કારણે તે ખુબ જ ઉદાસ હતો અને ઉદાસીમાં જ દારૂ પીવાની લતનો શિકાર પણ બની ગયો હતો. પરંતુ સલમાન ખાને તેને આ ગમમાંથી બહાર કાઢ્યો અને બોલીવુડમાં કમબેક કરાવ્યું.

પ્રકાશ ઝાની વેબ સિરીઝ “આશ્રમ-2″ના બોલ્ડ સીનની સાથે બોબીએ એવું કમબેક કર્યું કે આ સીનને જોઈને પિતા ધર્મેન્દ્ર જ નહીં ભાઈ સની પણ શૉક રહી ગયો હતો. આ વેબ સિરીઝના બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીને દર્શકોને પણ હેરાન કરી દીધા હતા. ચાલો જાણીએ બોબીના આ બોલ્ડ સીન ઉપર ધર્મેન્દ્રનું શું રિએક્શન હતું.

વેબ સિરીઝ “આશ્રમ-2″માં બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીનની ભરમાર છે. આ વેબ સિરીઝમાં બોબી દેઓલે એક ભોગી અને વિલાસી બાબાના કિરદારમાં નજર આવી રહ્યો છે. જેમને કાશીપુર વાલે બાબા તરીકે ઓળખાવમાં આવે છે. આ વેબ સિરીઝને MX પ્લેયર ઉપર રજૂ કરવામાં આવી હતી. જે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ વેબ સિરીઝની અંદર બોબી દેઓલ અને ત્રિધા ચૌધરીના ઇન્ટીમેન્ટ સીન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા બાબા ભક્તિની આડમાં આશ્રમની સેવિકાઓ સાથે સંબંધો બનાવતા હતા. ઘણા દર્શકોને પણ આ બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન ખુબ જ પસંદ આવ્યા હતા તો ઘણા લોકોએ આ સીન ઉપર આપત્તિ પણ વ્યક્ત કરી હતી ત્યારે આ સીન જોઈને ધર્મેન્દ્ર અને સની દેઓલ બંને હેરાન રહી ગયા હતા.

બોબી દેઓલના અભિનયની પણ આ વેબસીરીઝની અંદર ખુબ જ પ્રસંશા થઇ હતી અને ત્રિધા સાથેના તેના ઇન્ટીમેન્ટ સીન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. બાબાનો એક મોટો આશ્રમ આ વેબ સિરીઝની અંદર બતાવામાં આવે છે. આ વેબ સિરીઝની બંને સિઝનને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી.

દીકરા બોબી દેઓલના આ સીનને જોઈને ધર્મેન્દ્ર રહી ના શક્યો અને તેને કહી જ દીધું કે તેને સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમના દીકરાને આવો રોલ પણ કરવો પડશે. તમને જણાવી દઈએ કે સની દેઓલે પોતાના અત્યાર સુધીના કેરિયરમાં આવા બોલ્ડ સીન નથી આપ્યા. આ વેબ સિરીઝની અંદર બોબી દેઓલના અભિનયની પ્રસંશા પણ થઇ તો બીજી તરફ તેના બોલ્ડ સીનના લીધે તેમની ઇમેજ ખરાબ પણ થઇ હતી.

ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે આજકાલ લોકોને આ પ્રકારના બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન પસંદ છે તો કલાકાર શું કરી શકવાના છે. એમ પણ કોઈપણ ડાયરેક્ટર તેમના દીકરાઓને કોઈ સારી ફિલ્મ નથી આપતા જેના કારણે તેમને વેબ સીરીઝમાં આ પ્રકારના રોલ કરવા પડે છે. ધર્મેન્દ્રએ કહ્યું કે કદાચ ક્યાંકને ક્યાંક બોબીને આ વાતનો અફસોસ હશે તો, બીજી તરફ બોબીનું કહેવું છે કે તે આ રોલ નિભાવીને ખુબ જ ખુશ છે. તે હવે અલગ અલગ પ્રકારના રોલ કરી અને પોતાના કમ્ફર્ટ જોનમાથી બહાર આવવા માંગે છે.

Niraj Patel